વડોદરાવાસીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. સંસ્કારી નગરી વડોદરામાં હવે શ્વાસ લેવો મુશ્કેલ બની રહ્યો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી વધી રહેલી ઠંડીની સાથે સાથે પ્રદૂષણનું સ્તર પણ ભયજનક રીતે વધી ગયું છે. આજે વહેલી સવારે શહેરના આકાશમાં ધુમ્મસ નહીં, પણ પ્રદૂષિત ‘સ્મોગ’ની ચાદર જોવા મળી હતી.
વડોદરામાં આજે વહેલી સવારના દ્રશ્યો કંઈક અલગ જ હતા. સૂર્યોદય થયો હોવા છતાં રસ્તાઓ પર અંધકાર જેવો માહોલ હતો. વિઝિબિલિટી એટલી ઓછી હતી કે વાહનચાલકોને ફરજિયાત હેડલાઇટ ચાલુ રાખવી પડી હતી. આ માત્ર કુદરતી ધુમ્મસ નથી, પરંતુ વાતાવરણમાં વ્યાપેલું ઝેરી પ્રદૂષણ છે જે જમીનની સપાટીની નજીક આવી ગયું છે.
આંકડાની વાત કરીએ તો, આજે સવારે 7 થી 8 વાગ્યાની વચ્ચે વડોદરાનો AQI (Air Quality Index) 288 સુધી પહોંચી ગયો હતો. જો આ આંકડો 300 ને સ્પર્શે તો તેને ‘હેઝાર્ડસ’ એટલે કે અત્યંત જોખમી માનવામાં આવે છે. વડોદરા અત્યારે આ જોખમી સ્તરથી માત્ર 12 પોઈન્ટ દૂર છે.
વૈશ્વિક ક્રમાંક: પ્રદૂષણની ગંભીરતા એટલી છે કે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં વડોદરા હવે 26માં ક્રમે આવી ગયું છે.
આરોગ્ય પર અસર: હવામાં ભેજ અને પ્રદૂષિત કણોનું મિશ્રણ થતા અસ્થમા અને શ્વાસના દર્દીઓ માટે સ્થિતિ ગંભીર બની શકે છે.
🧐નિષ્ણાતોના મતે, બાંધકામની ધૂળ, વાહનોનો ધુમાડો અને ઠંડીને કારણે સ્થિર થયેલી હવા આ માટે જવાબદાર છે.જ્યાં જોવો ત્યાં Vmc ઘ્વારા ખાડા વડોદરા હવે દિલ્હી જેવી સ્થિતિ તરફ આગળ વધી રહ્યું હોય તેમ જણાય છે.
🫵ત્યારે આ પ્રદૂષણ સામે તંત્ર શું પગલાં લેશે તે જોવાનું રહ્યું, પરંતુ હાલ પૂરતું વડોદરાવાસીઓને સવારના સમયે માસ્ક પહેરવા અને સાવચેતી રાખવા સલાહ આપવામાં આવે છે.