આરોપી:રોહિતકુમાર સુરેશભાઈ બારોટ (રહે. હાલ સરદાર એસ્ટેટ, મૂળ ઠાસરા, ખેડા).
કબ્જે કરેલ મુદ્દામાલ:ચાંદીના 4 મુગટ, પાયલ, 3 મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ. 27,730નો મુદ્દામાલ.
ડિટેક્ટ થયેલા ગુના:વારસિયા પોલીસ સ્ટેશન અને ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મંદિર ચોરીના ગુના.
મોડસ ઓપરેન્ડી:રાત્રિના સમયે મંદિરોની જાળીના તાળાં કોશથી તોડી અંદર પ્રવેશ કરી દાનપેટી અને મૂર્તિના ઘરેણાંની ચોરી કરવી.
વડોદરા શહેરની ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. તાજેતરમાં વારસિયા વિસ્તારમાં આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ખેડા જિલ્લાના અને હાલ વડોદરામાં રખડતું જીવન જીવતા એક રીઢા તસ્કરની ધરપકડ કરી છે.
હરણી પોલીસ સ્ટેશન – જુગાર
બાપોદ અને સાવલી – પ્રોહિબિશન
ડાકોર, ઠાસરા અને આણંદ – ચોરી અને ઘરફોડ ચોરી
કુલ 11 જેટલા ગુનાઓમાં સંડોવણી.
ઘટનાની વિગત મુજબ, ગત 6 માર્ચની રાત્રિએ વારસિયાના ઘનશ્યામપાર્ક સોસાયટી સ્થિત ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની જાળીનું તાળું તોડી અજાણ્યો શખ્સ અંદાજે ૪૫ હજારથી વધુની મત્તા ચોરી ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમી મળી હતી કે સરદાર એસ્ટેટ પાસે એક શખ્સ ચાંદીના મુગટ વેચવા માટે ફરી રહ્યો છે.
🚨પોલીસે તાત્કાલિક દરોડો પાડી 25 વર્ષીય રોહિતકુમાર સુરેશભાઈ બારોટને ઝડપી પાડ્યો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી ચાંદીના 4 મુગટ, પાયલ, રોકડ રકમ અને ચોરી કરવા માટે વપરાતી કોશ તથા હથોડી મળી આવ્યા હતા. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે વારસિયાના મંદિર ઉપરાંત એક દિવસ પહેલા જ ઉમરેઠના મહાકાલેશ્વર મંદિરમાં પણ હાથફેરો કર્યો હતો.
👮હાલમાં પોલીસે આ આરોપીને વારસિયા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ ધરપકડથી જિલ્લામાં બનતી મંદિર ચોરીની અન્ય ઘટનાઓ પર પણ રોક લાગશે તેવી આશા છે.