🏃♀️ આગામી તા. 1 ફેબ્રુઆરીએ યોજાનાર વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના ભાગરૂપે આજે વડોદરાના કીર્તિ સ્તંભ ખાતેથી એક અનોખા કાર્યક્રમ, સાડી ગૌરવ રનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રનમાં 4 હજારથી વધુ મહિલાઓએ પરંપરાગત સાડીઓમાં સજ્જ થઈને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પરંપરા તથા ફિટનેસનો અદ્ભુત મેસેજ આપ્યો હતો. વિવિધ પ્રકારની સાડીઓમાં સજ્જ મહિલાઓ જ્યારે શહેરના માર્ગો પર દોડતી નજરે પડી, ત્યારે મનમોહક અને રંગબેરંગી દ્રશ્યો સર્જાયા હતા.
કુલ અંતર: 3 કિલોમીટર.
સહભાગીઓ: 16 વર્ષની યુવતીઓથી લઈને સિનિયર સિટીઝન મહિલાઓ, મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, યુવાનો તેમજ દિવ્યાંગ મહિલાઓ વ્હીલચેર પર જોડાઈને સૌ માટે પ્રેરણારૂપ બન્યા હતા.
મુખ્ય ઉપસ્થિતિ: રાજમાતા શુભાંગીનીદેવી ગાયકવાડની હાજરીમાં રનનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.
ખાસ આકર્ષણ: વડોદરા પોલીસની શી ટીમે ગુલાબી સાડીમાં આગેવાની લીધી હતી.
✓ દોડની શરૂઆત ઝુમ્બા સેશનથી થઈ હતી, જ્યાં તમામ મહિલાઓએ ફિટનેસ અને સ્વસ્થ જીવન માટે પ્રતિજ્ઞા લીધી હતી. જ્યારે રનનું સમાપન ગરબા સાથે ઉત્સાહભર્યું બન્યું હતું.
✓ આયોજકોના જણાવ્યા મુજબ, આ રન દ્વારા મહિલા સશક્તિકરણ, ભારતીય સંસ્કૃતિ અને ‘ફિટ ઇન્ડિયા’ અભિયાનને વધુ વેગ મળ્યો છે. દોડ પૂર્ણ કરનાર તમામ મહિલાઓને મેડલ અને ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવી હતી.