જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામની સીમમાં ચાલતા જુગારધામ ઉપર પાદરા પોલીસે દરોડો પાડી 8 જુગારીઓની ધરપકડ કરી હતી. જોકે, 3 જુગારીઓ ફરાર થઇ ગયા હતા. પોલીસે રોકડ રૂપિયા 86 હજાર મળી કુલ્લે રૂપિયા 14.21 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે પાદરા પોલીસ મથકના પીઆઇ વી.એ. ચારણને માહિતી મળી હતી કે, લુણા ગામની સીમમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જે માહિતીના આધારે તેમણે પીએસઆઇ આર.સી. ધુમ્મડને સુચના આપી હતી. દરમિયાન પીએસઆઇએ પોતાની ટીમ સાથે દરોડો પાડી સ્થળ ઉપરથી 8 જુગારીઓને ઝડપી પાડયા હતા.
પાદરા પોલીસે જુગારના દાવ ઉપરથી રૂપિયા 24,700, આરોપીઓની અંગજડતી કરી રૂપિયા 51,880, મોબાઇલ ફોન 7 , ટુ વ્હીલર 5 અને 3 કાર મળી કુલ્લે રૂપિયા 14, 21,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને તમામ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા જુગારીયાઓના નામ:
- રાજવીરસિંહ વિજયસિંહ પરમાર (રહે.અનગઢ ગામ, તા.જી.વડોદરા),
- આકાશ મોહનભાઇ ગોહિલ ( રહે.અનગઢ ગામ, તા.જી.વડોદરા ),
- ગજેન્દ્રસિંહ જનકસિંહ પરમાર ( રહે. શેરખી ગામ,મોટો ભાગ તા.જી.વડોદરા)
- મનુભાઇ રામસિંહ પરમાર ( રહે.શેરખી ગામ,વડીયા તળાવ પાસે તા.જી.વડોદરા )
-દિલીપસિંહ અર્જુનસિંહ પરમાર ( રહે. શેરખી ગામ,મોટો ભાગ,અલવાળું ફળિયું તા.જી.વડોદરા )
- ચિરાગકુમાર રમેશચંન્દ્ર પંડયા ( રહે.શેરખી ગામ,નાનો ભાગ તા.જી.વડોદરા)
- મેહુલસિંહ નટવરસિંહ મહિડા ( રહે.શેરખી ગામ,મોટો ભાગ તા.જી.વડોદરા )
- હાર્દિકસિંહ કનકસિંહ રાણા ( રહે.શેરખી ગામ,મોટો ભાગ તા.જી.વડોદરા )
ફરાર થઇ ગયેલા જુગારીઓના નામ:
- કાર લઇને આવનાર અર્જુનસિંહ મેલાભાઇ પરમાર ( રહે.શેરખી ગામ,કાતોલીયા વગો તા.જી.વડોદરા )
- જગદિશભાઇ સોમાભાઇ પરમાર (રહે.શેરખી ગામ,કાતોલીયા વગો તા.જી.વડોદરા)
- ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ પરમાર ( રહે.શેરખી ગામ,નાનો ભાગ તા.જી.વડોદરા)