વડોદરામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસે આક્રમક વલણ અપનાવ્યું છે. શહેરના સલાટવાડા વિસ્તારમાં એક બિલ્ડિંગમાં ધમધમતા જુગારધામ પર કારેલીબાગ પોલીસે દરોડા પાડીને મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે 17 જેટલા જુગારીઓની ધરપકડ કરી છે.
કારેલીબાગ પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે સલાટવાડા મેન રોડ પર આવેલી મોહન બિલ્ડિંગના એક મકાનમાં મોટા પાયે જુગાર રમાઈ રહ્યો છે. આ બાતમીને આધારે પોલીસે મોડી રાત્રે પ્લાન બનાવીને રેડ કરી હતી.
✍️કાર્યવાહીની વિગતો:
- ધરપકડ: પોલીસે સ્થળ પરથી મુખ્ય આરોપી શંકર વિષ્ણુભાઇ મોરે સહિત કુલ 17 જુગારીઓને ઝડપી પાડ્યા છે.પકડાયેલા જુગારીઓમાં (1) શંકર વિષ્ણુભાઇ મોરે (2) સંજય જ્યંતિભાઇ બારોટ (3) પ્રકાશ ઉર્ફે પકીયો આનંદરાવ પવાર (4) જીતેશ કિશનભાઇ પવાર (5) સુમીત વિલાસભાઇ ખાનવીલકર (6) રવિ ભરતભાઇ ચૌધરી (7) મનોજ સુરેશભાઇ ટાયરે (8) સંતોષ કિશનકુમાર ગુપ્તા (9) અમીત કમલેશભાઇ પાંડે (10) નિલેશ પાંડુરંગ પવાર (11) અજય દિલીપભાઇ રાવલ (12) કિરણ ચંદ્રકાંતભાઇ પવાર (13) પંકજ નારાયણભાઇ પાર્ટે (તમામ રહે. સલાટવાડા), (14) રવિ નારાયણભાઇ બોરસે (રહે. સરકારી પ્રેસની સામે, સ્વામી સમર્થ એપાર્ટમેન્ટ) (15) શ્રવણ પુનમભાઇ રાણા (રહે. નવીધરતી, ગોલવાડ) (16) યશવંત તુકારામભાઇ ઉત્તેકર (રહે. હરિનગર, ગોત્રી રોડ) (17) અનિલ ચંદ્રકાંતભાઇ રાણા (રહે. રાણાવાસ, કાપડી પોળ, રાવપુરા)નો સમાવેશ થાય છે.
- મુદ્દામાલ: તપાસ દરમિયાન પોલીસને રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 1,22,000ની મતા મળી આવી છે, જે જપ્ત કરવામાં આવી છે.
- વોન્ટેડ: આ કેસમાં અન્ય એક આરોપી સંતોષ સખારામ મોરે હાલ ફરાર છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરીને શોધખોળ હાથ ધરી છે.
🚨પકડાયેલા આરોપીઓમાં મોટાભાગના સલાટવાડા વિસ્તારના છે, જ્યારે રાવપુરા, ગોત્રી અને નવી ધરતી વિસ્તારના શખ્સો પણ જુગાર રમવા અહીં એકઠા થયા હતા. મુખ્ય સૂત્રધાર શંકર મોરેએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેઓ મિત્રો સાથે મળીને અહીં જુગાર રમતા હતા.
🫵રહેણાંક વિસ્તારોમાં ચાલતી આવી પ્રવૃત્તિઓ પર પોલીસની આ રેડથી સ્થાનિકોમાં પણ હાશકારો જોવા મળ્યો છે. હાલમાં કારેલીબાગ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે.