વડોદરા મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. એક તરફ પાલિકાની તિજોરી તળિયા ઝાટક હોવાની વાતો વહેતી થઈ છે, ત્યારે બીજી તરફ શહેરના હૃદય સમાન મંગલબજારમાં માત્ર 15 વર્ષમાં ફરીથી પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવતા ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે.
પોણા બે કરોડનો ખર્ચ: મંગલબજારમાં જૂના પેવર બ્લોક કાઢીને નવા નાખવા પાછળ અંદાજીત ₹1.75 કરોડ (પોણા બે કરોડ) નો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસ મેદાનમાં: કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ ઘટનાસ્થળે પહોંચી આ કામગીરીનો ઉગ્ર વિરોધ કર્યો છે. તેમનો આક્ષેપ છે કે પ્રજાના ટેક્સના પૈસાનો આ રીતે વેડફાટ થઈ રહ્યો છે.
જૂના બ્લોકની સ્થિતિ: વિરોધ પક્ષનું કહેવું છે કે જૂના પેવર બ્લોક હજુ સારી સ્થિતિમાં છે અને જ્યાં જરૂર હોય ત્યાં સામાન્ય સમારકામ (Repairing) થી કામ ચાલી શકે તેમ છે, છતાં નવા બ્લોક નાખવાની જીદ કેમ?
કોર્પોરેટરોની ભૂમિકા: આ કામગીરી સ્થાનિક કોર્પોરેટરોના સૂચનથી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે, જેનાથી ભ્રષ્ટાચારની શંકા વધુ ઘેરી બની છે.
🫵વેપારીઓ અને સ્થાનિકોમાં પણ ગણગણાટ છે કે જે રોડ 15 વર્ષમાં હજુ અડીખમ હતો, તેને તોડીને નવી કામગીરી કરવાની જરૂરિયાત માત્ર કમિશનખોરી માટે જ ઊભી કરવામાં આવી છે.