National

ઉદ્યોગો માટે ‘ઉધાર’ની રાહત? LPG ક્વોટા વધાર્યો પણ સપ્લાય ચેઈન ખોરવાયેલી જ રહી તો ઉત્પાદનનું શું?

Published

on

  • નિર્ણાયક પગલું: કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની મોટી જાહેરાત; કોમર્શિયલ ગેસ ક્વોટામાં 20% નો ધરખમ વધારો.
  • ઉદ્યોગોને રાહત: ગેસ ફાળવણી 50% થી વધીને 70% થઈ; મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બળ મળશે.
  • રોજગારીની સુરક્ષા: ટેક્સટાઈલ, સ્ટીલ અને ઓટોમોબાઈલ જેવા શ્રમ-સઘન ઉદ્યોગોને ફાળવણીમાં અપાશે પ્રથમ પસંદગી.
  • રાજ્યોને પ્રોત્સાહન: PNG ક્ષેત્રે સુધારા કરનાર રાજ્યોને 10% વધારાના ‘રિફોર્મ-બેઝ્ડ’ ક્વોટાનો મળશે સીધો લાભ.

નવી દિલ્હી: દેશના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવા અને ઉત્પાદન ક્ષેત્રે નડતી અડચણો દૂર કરવા માટે ભારત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જાહેરાત કરી છે કે, હવે રાજ્યો માટે કોમર્શિયલ LPG ના ક્વોટામાં મોટો વધારો કરીને તેને 70% સુધી પહોંચાડી દેવામાં આવ્યો છે.

🧐સરકારનો નવો વ્યૂહ:

પેટ્રોલિયમ મંત્રાલયના સચિવ ડો. નીરજ મિત્તલે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી આ અંગેની જાણકારી આપી છે. અગાઉ કોમર્શિયલ LPG ની ફાળવણી પ્રી-ક્રાઈસીસ લેવલના 50% સુધી મર્યાદિત હતી, જેમાં હવે 20% નો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય મિડલ ઈસ્ટ સંકટને કારણે ઉદભવેલી ગેસની તંગીમાં ઉદ્યોગોને પૂરતો સપ્લાય પૂરો પાડવાનો છે.

પ્રાથમિકતા કોને મળશે?

સરકારે આ વધારાના 20% ક્વોટા માટે ખાસ શરતો નક્કી કરી છે. જેમાં:

  • લેબર-ઇન્ટેન્સિવ સેક્ટર: સ્ટીલ, ઓટોમોબાઈલ, ટેક્સટાઈલ, કેમિકલ્સ અને પ્લાસ્ટિક જેવા ઉદ્યોગોને પ્રાધાન્ય મળશે.
  • સ્પેશિયલાઇઝ્ડ હીટિંગ: જે ઉદ્યોગોમાં LPG અનિવાર્ય છે અને નેચરલ ગેસ વાપરી શકાતો નથી, તેમને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

👉સુધારા આધારિત એલોકેશન:

ડો. નીરજ મિત્તલે રાજ્યોને 10% રિફોર્મ-બેઝ્ડ એલોકેશનનો તાત્કાલિક લાભ આપવા આગ્રહ કર્યો છે. જે રાજ્યોએ PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) ને પ્રોત્સાહન આપવા માટે જરૂરી નીતિગત સુધારા કર્યા છે, તેમને આ વધારાનો લાભ મળશે. આ પગલાથી ઔદ્યોગિક કામગીરીમાં આવતા અવરોધો દૂર થશે અને આર્થિક પ્રવૃત્તિઓ તેજ બનશે.

🫵કેન્દ્ર સરકારે ક્વોટા તો વધાર્યો છે, શું આ માત્ર કાગળ પરની રાહત છે? પણ શું જમીની હકીકત બદલાશે? કે પછી આ જાહેરાત માત્ર ઉદ્યોગોને આપવામાં આવેલો એક ‘ચૂંટણીલક્ષી’ લોલીપોપ સાબિત થશે?

Trending

Exit mobile version