National

ખાદ્ય અને ઈંધણ સંકટની દહેશત? PM મોદીએ લોકસભામાં સ્વીકાર્યું – “પશ્ચિમ એશિયાનું સંકટ અત્યંત ચિંતાજનક”.

Published

on

  • ઉર્જા સુરક્ષાની વ્યૂહરચના: દેશમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ ટાળવા ભારતે આયાત સ્ત્રોતો વધાર્યા, હવે 41 દેશોમાંથી થશે તેલની આયાત.
  • હોર્મુઝ સ્ટ્રેટમાં પડકાર: યુદ્ધના કારણે જહાજોની અવરજવર મુશ્કેલ બની, તેમ છતાં સપ્લાય ચેઈન જાળવી રાખવા સરકાર સજ્જ.
  • કોરોના જેવો સંકલ્પ: “જેમ કોરોનાકાળમાં આપણે એકજૂથ થઈ લડ્યા, તેમ આ વૈશ્વિક સંકટનો પણ સામનો કરીશું” – વડાપ્રધાન.
  • વિશાળ ભંડાર: 53 લાખ મેટ્રિક ટન પેટ્રોલિયમ રિઝર્વ અને ખેડૂતોના અન્નના ભંડાર ભારતની મોટી તાકાત.

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના યુદ્ધના 24માં દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં દેશની આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે પશ્ચિમ એશિયામાં સર્જાયેલું સંકટ અત્યંત ચિંતાજનક છે, પરંતુ ભારત સરકાર તેની અસર દેશ પર ન પડે તે માટે સતર્કતાથી પગલાં ભરી રહી છે.

https://x.com/narendramodi/status/2035997710172733637?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2035997710172733637%7Ctwgr%5E52b1ba0cb9ec148ad2b920809c073e316188e56e%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fadmin.gujaratsamachar.com%2F%2Fadmin%2Farticle%2F69c0f9643cdc10e2b45b0a07

🛢️તેલ અને ગેસ સંકટ ટાળવા માસ્ટર પ્લાન:

ભારત મોટાભાગનું ક્રૂડ ઓઈલ અને ગેસ હોર્મુઝ સ્ટ્રેટના રસ્તે આયાત કરે છે, જે અત્યારે યુદ્ધના કારણે પ્રભાવિત થયું છે. આ સ્થિતિને પહોંચી વળવા ભારતે પોતાની રણનીતિ બદલી છે. વડાપ્રધાને જણાવ્યું કે, “અમે હવે માત્ર 27 દેશો પર નિર્ભર નથી, પરંતુ 41 દેશોમાંથી તેલ અને ગેસની આયાત કરી રહ્યા છીએ.” આ પગલાંથી મિડલ ઈસ્ટના યુદ્ધ દરમિયાન પણ ભારતમાં ઈંધણનો પુરવઠો ખોરવાશે નહીં.

🧐રેસ્ક્યુ અને સુરક્ષા:

યુદ્ધ પ્રભાવિત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં પોણા ચાર લાખ ભારતીયોને સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે. ઈરાનથી જ 1 લાખથી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. PM એ ખાતરી આપી હતી કે ખાડી દેશોમાં રહેતા 1 કરોડ ભારતીયોની સુરક્ષા માટે દૂતાવાસો 24 કલાક કાર્યરત છે અને કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યા છે.

🇮🇳સ્વનિર્ભર ભારતનો પુરાવો:

વડાપ્રધાને ઉમેર્યું કે, છેલ્લા 10-11 વર્ષમાં ઈથેનોલ બ્લેન્ડિંગ અને ગ્રીન એનર્જી પર થયેલા કામને કારણે આજે ભારતની વિદેશી તેલ પરની નિર્ભરતા ઘટી છે. વધુમાં, ભારત પાસે 53 લાખ મેટ્રિક ટનનો વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર પણ ઉપલબ્ધ છે. ખેડૂતોએ અન્નના ભંડાર ભરી રાખ્યા હોવાથી ખાદ્ય સુરક્ષાની પણ કોઈ ચિંતા નથી. જેમ કોરોના કાળમાં ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ હોવા છતાં ભારત અડીખમ રહ્યું હતું, તેમ આ સંકટમાં પણ ભારત સરકાર દરેક પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.

વૈશ્વિક યુદ્ધની જ્વાળાઓ વચ્ચે ભારતની ઉર્જા સુરક્ષા અને નાગરિકોની સલામતી માટે વડાપ્રધાનનો આ ભરોસો દેશવાસીઓ માટે મોટી રાહત સમાન છે.

Trending

Exit mobile version