International

ચિલીના જંગલોમાં ‘તાંડવ’: ભીષણ આગમાં 18 લોકોના કરૂણ મોત, કટોકટી જાહેર.

Published

on

  • 8500 હેક્ટર વન સંપદા ખાખ: ગરમી એટલી પ્રચંડ કે રસ્તા પર ઉભેલી કારો પીગળી.
  • ચિલીના રાષ્ટ્રપતિએ સેના ઉતારી: આકાશ નારંગી થયું, ચારે બાજુ ધુમાડાના સામ્રાજ્ય.
  • 50,000 લોકોનું સ્થળાંતર: ઇન્દુરા ગેસ પ્લાન્ટ પર મંડરાતું જોખમ, વિસ્ફોટની દહેશત.

દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોન્સેપ્સિયન પાસે આવેલા પેન્કોના જંગલોમાં લાગેલી આગ હવે બેકાબૂ બની ગઈ છે. આ ભીષણ આગમાં અત્યાર સુધીમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેના પગલે સરકારે પ્રભાવિત વિસ્તારોમાં ‘સ્ટેટ ઓફ ઇમરજન્સી’ એટલે કે કટોકટી જાહેર કરી દીધી છે.

ચિલીના બાયોબિયો અને નુબલે વિસ્તારોમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. 38 ડિગ્રીથી વધુ તાપમાન અને ફૂંકાતા તેજ પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. અત્યાર સુધીમાં અંદાજે 8500 હેક્ટર જેટલી વન સંપદા બળીને ખાખ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા દ્રશ્યો હચમચાવી દે તેવા છે, જ્યાં રસ્તા પર ઉભેલી કારો પણ પ્રચંડ ગરમીને કારણે પીગળતી જોવા મળી રહી છે.

https://x.com/dailyfender/status/2013082397051359689?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2013082397051359689%7Ctwgr%5Eec660c273d7bc2f3fd26b28fed50d0a1c6cfd944%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fadmin.gujaratsamachar.com%2F%2Fadmin%2Farticle%2Fadd

👉સ્થળાંતર અને રેસ્ક્યૂ:

આ વિનાશક આગને કારણે અંદાજે 50,000 લોકોએ પોતાના ઘર છોડીને ભાગવું પડ્યું છે. વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી 20,000 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. જોકે, હજારો પશુઓ આ આગનો ભોગ બન્યા હોવાના અહેવાલ છે.

https://x.com/ProennekeH/status/2013015229219659795?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2013015229219659795%7Ctwgr%5Eec660c273d7bc2f3fd26b28fed50d0a1c6cfd944%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fadmin.gujaratsamachar.com%2F%2Fadmin%2Farticle%2Fadd

⚠️ગેસ પ્લાન્ટ પર મોટું જોખમ:

સરકાર અને ફાયર ફાઈટરો માટે અત્યારે સૌથી મોટો પડકાર ‘ઇન્દુરા ગેસ પ્લાન્ટ’ ને બચાવવાનો છે. જો જંગલની આગ આ પ્લાન્ટ સુધી પહોંચશે, તો મોટો વિસ્ફોટ અથવા ગેસ લીકેજ થવાની પૂરેપૂરી શક્યતા છે. જો આવું થશે, તો જાનહાનિનો આંકડો કલ્પના બહાર જઈ શકે તેમ છે.

🧐રાષ્ટ્રપતિનું નિવેદન:

ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે આ પરિસ્થિતિને રાષ્ટ્રીય આપત્તિ ગણાવી છે અને સેનાને મેદાનમાં ઉતારી છે. હોસ્પિટલોને ઈમરજન્સી બેડ તૈયાર રાખવા આદેશ અપાયા છે અને લોકોને ધુમાડાથી બચવા માટે ખાસ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.

આગ પર કાબૂ મેળવવા માટે આંતરરાષ્ટ્રીય મદદની પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે. જો આગ જલ્દી કાબૂમાં નહીં આવે, તો આ ચિલીના ઇતિહાસની સૌથી ભયાનક કુદરતી આફતોમાંની એક સાબિત થશે.

Trending

Exit mobile version