ચીનની નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટેકનોલોજી (NUDT) દ્વારા કરવામાં આવેલા આ ક્રાંતિકારી પરીક્ષણ ટેકનોલોજીની દુનિયામાં ચીને ફરી એકવાર આખા વિશ્વને ચોંકાવી દીધું છે. ચીનના વૈજ્ઞાનિકોએ એક એવી ટ્રેનનું પરીક્ષણ કર્યું છે જેની ગતિ સાંભળીને તમે દંગ રહી જશો. પલક ઝપકાવતા જ આંખ સામેથી ઓઝલ થઈ જતી આ મેગ્લેવ ટ્રેને સ્પીડના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ચાલો જોઈએ શું છે
હવામાં તરતી આ ટ્રેન પરિવહન ક્ષેત્રે લાવશે મોટી ક્રાંતિ.
ચીને રેલવે ટેકનોલોજીમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. ચીનની નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં એક અદ્યતન મેગ્લેવ (Maglev) ટ્રેનનું પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ દરમિયાન ટ્રેને શૂન્યથી 600 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપ માત્ર 2 સેકન્ડમાં હાંસલ કરી લીધી હતી. આ ગતિ એટલી વધારે છે કે તેને નરી આંખે જોવી પણ મુશ્કેલ છે.
👉 ટેકનોલોજીની ખાસિયત:
આ ટ્રેન કોઈ સામાન્ય પાટા પર નથી ચાલતી, પરંતુ સુપરકન્ડક્ટિંગ ઇલેક્ટ્રિક મેગ્નેટની મદદથી પાટાથી થોડે ઉપર હવામાં તરે છે. ઘર્ષણ (Friction) ન હોવાને કારણે તે અકલ્પનીય ઝડપ પકડી શકે છે. અહેવાલો મુજબ, આ સિદ્ધિ મેળવવા માટે ચીની એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો છેલ્લા 10 વર્ષથી આ પ્રોજેક્ટ પર રાત-દિવસ કામ કરી રહ્યા હતા.
➡️ પરીક્ષણની વિગતો:
ટ્રેક: આ પરીક્ષણ 400 મીટર લાંબા ખાસ તૈયાર કરાયેલા મેગ્નેટિક ટ્રેક પર કરવામાં આવ્યું હતું.
વજન: લગભગ એક ટન વજન ધરાવતા ટ્રાયલ વાહન પર આ સફળ પ્રયોગ થયો.
અગાઉનો રેકોર્ડ: આ જ વર્ષે જાન્યુઆરીમાં આ ટીમે 648 કિમી/કલાકની ઝડપ મેળવી હતી, જેનો રેકોર્ડ હવે તેમણે પોતે જ તોડ્યો છે.
🧐 ભવિષ્યની સંભાવનાઓ:
વૈજ્ઞાનિકોના મતે, આ ટેકનોલોજી માત્ર ટ્રેન પૂરતી સીમિત નહીં રહે. આ હાઈ-સ્પીડ મેગ્નેટિક સિસ્ટમનો ઉપયોગ ભવિષ્યમાં વિમાન લોન્ચ કરવા અથવા સ્પેસ મિશનમાં રોકેટની ગતિ વધારવા માટે પણ થઈ શકે છે. જો આ ટ્રેન સામાન્ય મુસાફરો માટે શરૂ થશે, તો કલાકોની મુસાફરી માત્ર ગણતરીની મિનિટોમાં પૂરી થઈ જશે.
ચીનની આ સફળતાએ સાબિત કરી દીધું છે કે ભવિષ્યનું પરિવહન હવે કલ્પનાથી પણ વધુ ઝડપી હશે. ભારત પણ વંદે ભારત અને બુલેટ ટ્રેન તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ચીનનો આ 600 કિમીની સ્પીડનો રેકોર્ડ ચોક્કસપણે એક નવો બેન્ચમાર્ક છે.