Gujarat

ગુજરાત :  એક બંગલામાં MD ડ્રગ્સનું કારખાનું ઝડપાયું, 25 કરોડના મુદ્દામાલ સાથે 5 આરોપીઓની ધરપકડ

Published

on

એવું કેહવું કઈ ખોટું નથી નશાખોરીના ગુજરાત મોડલ છતાં શાંત અને સુરક્ષિત માનવામાં આવે છે. ગુનેગારો ગુના કરવામાં, દુષ્કર્મ આચરવામાં, નશાખોરી કરવામાં, ડ્રગ્સ વેચવામાં વ્યસ્ત છે. 

  • વાપીના ચલા વિસ્તારમાં આવેલા એક બંગલામાં એમડી MD ડ્રગ્સનું કારખાનું ઝડપાયું
  • દરોડામાં 5 કિલોથી વધુનું એમડી ડ્રગ્સ પકડાયું
  • રાજ્યમાં સાત વર્ષમાં 40 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું

ગુજરાતમાં કૂદકેને ભૂસકે ડ્રગ્સનો વેપલો વધી રહ્યો છે. ત્યારે વાપીના ચલા વિસ્તારમાં આવેલા એક બંગલામાં એમડી MD ડ્રગ્સનું કારખાનું ઝડપાયું છે. પેરોલ જમ્પના આરોપી અને તેના પુત્ર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

જ્યારે એટીએસ  ATS અને એસઓજી SOG ની ટીમે પાડેલા દરોડામાં 5 કિલોથી વધુનું એમડી ડ્રગ્સ પકડાયું છે, જેની બજાર કિંમત આશરે રૂપિયા 25 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે.

જ્યારે પોલીસના પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ કારખાનામાં ડ્રગ્સ તૈયાર કરીને અલગ-અલગ જગ્યાએ સપ્લાય કરવામાં આવતું હતું. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ જણાવે છે છે કે ગુજરાતમાં નશાબંધી કાનૂન નામશેષ થઈ રહ્યો છે અને દારૂની બંધી રોકવા માટે સરકાર પાસે કોઈ એક્શન પ્લાન નથી. પરંતુ તેનાથી પણ વધુ ખતરનાક હદે ડ્રગ્સનો કારોબાર વધી રહ્યો છે. આખા દેશમાં ગુજરાતનો દરિયા કિનારો જ એવો છે કે જ્યાંથી સાત વર્ષમાં 40 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે.

જ્યારે દિન કે પ્રતિદિન સરેરાશ 15 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાય છે. નશાખોરીના ગુજરાત મોડલને છતાં શાંત અને સુરક્ષિત માનવામાં આવે છે. ગુનેગારો ગુના કરવામાં, દુષ્કર્મ આચરવામાં, નશાખોરી કરવામાં, ડ્રગ્સ વેચવામાં વ્યસ્ત છે. 

Trending

Exit mobile version