ગાંધીનગર: રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને ગુજરાત ભાજપ સંગઠન સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી ભાજપ કોર કમિટીની મહત્વની બેઠક બાદ, પ્રદેશ ભાજપ દ્વારા નવા પાર્લામેન્ટ્રી બોર્ડની જાહેરાત કરવામાં આવી છે.
નવા સંગઠન માળખાની રચના બાદ જાહેર થયેલા આ બોર્ડમાં અનેક દિગ્ગજ અને અનુભવી નેતાઓને સ્થાન આપીને ભાજપે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.
📃પાર્લામેન્ટ્રી બોર્ડના મુખ્ય સભ્યોની યાદી:
મળતી માહિતી મુજબ, આ હાઈપાવર કમિટીમાં નીચે મુજબના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે:
સી.આર. પાટીલ (પ્રદેશ પ્રમુખ)
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (વરિષ્ઠ નેતા)
નીતિન પટેલ (પૂર્વ નાયબ મુખ્યમંત્રી)
પરસોત્તમ રૂપાલા (કેન્દ્રીય મંત્રી)
આર.સી. ફળદુ (પૂર્વ મંત્રી)
અંજુ વેકરિયા
જયશ્રી પટેલ
વર્ષા દોશી
🧐કેમ મહત્વનું છે આ બોર્ડ?
ભાજપમાં કોઈપણ ચૂંટણી માટે ઉમેદવારોના નામ નક્કી કરવામાં પાર્લામેન્ટ્રી બોર્ડની ભૂમિકા સૌથી નિર્ણાયક હોય છે.
ટિકિટ વિતરણ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કયા કાર્યકરને ટિકિટ આપવી તેની આખરી ચર્ચા આ બોર્ડમાં થાય છે.
સ્ક્રીનિંગ પ્રોસેસ: જિલ્લા અને શહેર સ્તરેથી આવેલા નામોનું પેનલ દ્વારા નિરીક્ષણ કરી આ બોર્ડ આખરી મંજૂરી આપે છે.
રાજકીય વ્યૂહરચના: વરિષ્ઠ નેતાઓના અનુભવનો લાભ લઈને ચૂંટણી જીતવા માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવે છે.
👉નવા પાર્લામેન્ટ્રી બોર્ડની આ જાહેરાત સાથે જ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ટૂંક સમયમાં જ ટિકિટ વહેંચણીની પ્રક્રિયા પણ તેજ બને તેવા સંકેતો છે.