Connect with us

WAGHODIA

TDOની બદલી કરાવવા તાલુકા ભાજપ પ્રમુખના લેટરનો દુરુપયોગ કોણે કર્યો ?

Published

on

  • તાલુકા ભાજપ પ્રમુખનો કોરો લેટર કોઈ બીજા કામ અર્થે લઇ જઈને સીધો મંત્રીને બદલી માટે ભલામણ કરતો પત્ર લખી દેવાયો!
  • 1 ફેબ્રુઆરી એ વાઘોડિયામાં કોઈ વિવાદ પણ હતો નહિ તે તારીખે તો બદલી માટેનો ભલામણ લેટર કેવી રીતે લખાયો ?
  • વાઘોડિયાના ક્યા રાજકારણીએ પોતાના મિત્રોના દબાણો બચાવવા તાલુકા ભાજપ પ્રમુખની શાખ દાવ પર લગાડી?
  • TDO કાજલ આંબલીયા ની બદલી બાદ પણ વિવાદો વધ્યા, બદલી થી ક્યા રાજકારણીના માનીતા ઈજારદારોના અટકાવેલા પેમેન્ટ રીલીઝ થયા ?
  • ભ્રષ્ટાચાર મુક્ત તાલુકો બનાવવાને બદલે ભ્રષ્ટાચાર યુક્ત તાલુકો બનાવવામાં ક્યા રાજકારણી ને રસ ?

વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલીયાએ તલાટીઓના કથિત કૌભાંડ અંગે કાર્યવાહી કરતાની સાથે જ જાણે પુછ્ડા પર પગ મૂકી દીધો હોય તેમ કુદકા મારતા રાજકારણીઓ એ છેક પંચાયત મંત્રી સુધી TDO ની ફરિયાદ કરીને બદલીની ભલામણ કરી દીધી હતી. જેમાં પણ  તાલુકા ભાજપ પ્રમુખ ના લેટર હેડના દુરુપયોગનો કિસ્સો સપાટી પર આવતા જ વિવાદ નો મધપુડો છેડાયો છે. પાર્ટી ની આબરૂ સાચવવા મૌન રહેલા તાલુકા ભાજપ પ્રમુખના વિવાદિત પત્રએ તાલુકામાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે. જે સમયે કોઈ વિવાદ હતો જ નહિ તે સમયે તાલુકા ભાજપ પ્રમુખને TDO ની બદલીની ભલામણ કરતો લેટર કેમ લખવો પડ્યો એ પ્રશ્ન  ઉભો થયો છે. જોકે અમે તપાસ કરતા જાણવા મળ્યું કે, એક તાલુકા પંચાયત સભ્ય અન્ય કોઈ કામ ની ભલામણ માટે તાલુકા ભાજપ પ્રમુખનો સહી કરેલો કોરો લેટર લઇ જઈને તેનો દુરુપયોગ કરીને TDO ની બદલી માટે મંત્રીને ભલામણ કરતો પત્ર લખી દીધો હતો. જોકે સારા સારા હોદ્દા ભોગવી ચુકેલા આ રાજકારણી એ નકલમાં પણ અકલ નહિ વાપરતા તેની પોલ ખુલી જવા પામી હતી.

વાઘોડિયા TDO દ્વારા ગત બીજી ફેબ્રુઆરીએ જરોદ ના દબાણો  દુર કરવા માટે નોટીસો ફટકારવામાં આવી હતી. આ નોટીસમાં અનેક રાજકીય આગેવાનોના વધારાના દબાણો દુર થવાના હતા જેમાં કેટલાક મિત્રો ની શાખ બચાવવા રાજકીય નેતાઓએ ભલામણ નો દોર શરુ કર્યો હતો. દબાણો દુર કરવા એ TDO ની સત્તામાં આવે છે. જેથી તેમ કોઈ રાજકીય નેતા ની ચંચુપાત અધિકારી ચલાવી લે નહિ તે અંગે નેતાજી વાકેફ હતા.  જે ગેરકાયદે દબાણો અંગે નોટીસ આપવામાં આવી હતી. તેમાં કઈ ઘટતું કરે તે માટે વાઘોડિયાનો એક  ચુંટાયેલો રાજકારણી તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ પટેલ પાસે આવ્યો હતો. અને ભલામણ કરતો પત્ર લખવો છે તેમ કહી ને  સહી કરેલો કોરો લેટરહેડ લઇ ગયો હતો.

આ લેટર હેડનો ઉપયોગ તે સમયે થયો નહિ અને જયારે 22 ફેબ્રુઆરી બાદ તલાટીઓ દ્વારા આચરવામાં આવેલા સેનીટાઈઝર કૌભાંડ અંગે ફરિયાદ થઈ ત્યારે આ કૌભાંડમાં આડકતરી રીતે સંડોવાયેલા રાજકરણીઓ સુધી રેલો પહોચે તેવી શક્યતાઓ ઉભી થઇ, “બેન”ની આગળ પાછળ ફરતા રાજકારણીએ પોતાની ઓફિસમાં જ તાલુકા ભાજપ પ્રમુખના લેટરનો ઉપયોગ કરીને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને  વડોદરાના પ્રભારી મંત્રી ને સંબોધીને તાલુકા વિકાસ અધિકારી ની બદલી કરવાનો પત્ર લખી કાઢ્યો,

નકલમાં પણ અકલ નહિ વાપરનાર આ વિધાનસભાની ટીકીટ વાન્છું રાજકારણીએ લેટરમાં 1 ફેબ્રુઆરી 2022 ની તારીખ લખી અને તાલુકા ભાજપ પ્રમુખના લેટરમાં સહીની સાથે સિક્કો નહિ મારવાની ભૂલ કરી.આ લેટર સિવાય પણ કેટલીક મૌખિક ભલામણોથી તાલુકા વિકાસ અધિકારીની બદલીતો થઇ ગઈ પણ આ લેટરએ ભારે વિવાદ ઉભો કર્યો છે.

Advertisement

આ અંગે તાલુકા ભાજપ પ્રમુખને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે લેટરના દુરુપયોગ બાબતે પક્ષમાં જાણ કરી છે. આ લેટર ભાજપના જ એક ચુટાયેલા પ્રતિનિધિ દ્વારા જરોદના દબાણો દુર નહિ કરવા ભલામણ પત્ર લખવા માટે લેવામાં આવ્યો હતો. પણ જયારે મને જાણ થઇ કે મારા નામનો ઉપયોગ કરી TDO ની બદલી માટે મારા લેટરહેડનો ઉપયોગ થયો છે. ત્યારે આં અંગે પક્ષમાં ફરિયાદ પણ કરવામાં આવી છે.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WAGHODIA

આતાપી વન્ડરલેન્ડમાં રાઇડ ઓપરેટર 50 ફૂટ ઉંચાઈથી નીચે પટકાતા મોતને ભેટ્યો

Published

on

  • 26 વર્ષીય જીતેન્દ્ર સિંઘનું ઘટના સ્થળે જ મોત
  • ટેકનિકલ ખામી કે નિષ્કાળજી?, લોક ખુલી જતા નીચે પટકાયો
  • મૃતકના પરિવારજનો ને સંચાલકો આર્થિક સહાય કરશે

વડોદરાના વાઘોડિયા તાલુકાના આજવા ખાતે આવેલા આતાપી વન્ડરલેન્ડમાં આજે એક કર્મચારી રાઈડ પર થી આશરે 60 ફૂટ નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.જે અંગે વાઘોડિયા પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આતાપી વન્ડરલેન્ડમાં આવેલી ઝીપલાઈન રાઇડના ઓપરેટર તરીકે કામ કરતા 25 વર્ષીય જીતેન્દ્ર સિંઘ 50થી 60 ફૂટ ઉપરથી નીચે પટકાતા તેઓનું મોત થયું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે ઝીપલાઇન ક્રોસ કરીને લેન્ડિંગ સાઈટ પર જતા સમયે લોક ખુલી જતા તેઓ નીચે પટકાયા હતા. ઘટના ને લઈને મૃતકના પરિવારજનો ને અતાપી દ્વારા 8 થી 10 લાખનો સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે.

મહત્વની વાત એ છે કે આ હોનારત આતાપી વન્ડરલેન્ડના કર્મચારી સાથે જ બનવા પામી છે. કર્મચારી પોતે ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો. છતાંય હોનારત નો શિકાર બન્યો,જ્યારે વેકેશન સમયે અનેક સહેલાણીઓ અહી મુલાકાતે આવે છે જો આવી બેદરકારી સહેલાણીઓ સાથે બની હોત તો કેટલો મોટો અકસ્માત સર્જાયો હોત?

Advertisement

ઘટના અંગે વાઘોડિયા પોલીસે અકસ્માત મોત નો ગુન્હો નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.

Advertisement
Continue Reading
Advertisement

Trending