WAGHODIA
તલાટી Vs TDO+ સરપંચો : વાઘોડિયાના સરપંચો પહોંચ્યા તાલુકા પંચાયત

- ત્રણ ગ્રામ પંચાયતના 21 લાખનું ફુલેકું ફેરવનાર તલાટી નું બીજું કૌભાંડ બહાર આવ્યું
- વાઘોડિયા તાલુકાના અન્ય તલાટીની મિલીભગત સામે આવે તેવી શક્યતા
- તલાટીએ એ TDO વિરુદ્ધ ફરિયાદ કરી તો સરપંચો અને ગ્રામજનો TDO ના સમર્થનમાં આવ્યા
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટીનું કૌભાંડ બહાર લાવ્યા બાદ અન્ય ગામોના તલાટીઓ પણ તાલુકા વિકાસ અધિકારીની સામે ફરિયાદ કરવા જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્યારે તાલુકા વિકાસ અધિકારી કાજલ અંબાલીયાના સમર્થનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ વિવિધ ગામના સરપંચો આજે તાલુકા પંચાયત ઓફિસ ખાતે પહોંચી ગયા હતા અને જો તાલુકા વિકાસ અધિકારી સામે કોઈ પણ કાર્યવાહી થઈ તો વાઘોડિયામાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
વાઘોડિયા તાલુકાના ત્રણ ગ્રામપંચાયતો ના બેંક એકાઉન્ટ માંથી લાખોની ઉચાપત કરનાર તલાટી અભિષેક મહેતા સામે તાલુકા વિકાસ અધિકારી એ નાણાકીય ઉચાપત ની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સમગ્ર મામલે વાઘોડિયા ની અન્ય ગ્રામ પંચાયતોમાં પણ તલાટી દ્વારા કૌભાંડ કર્યા હોવાનું સામે આવવાની શક્યતાઓ ને લઈને ગત રોજ તલાટી મંડળે જીલ્લા વિકાસ અધિકારી ને TDO વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું હતું.
સમગ્ર મામલે વાઘોડિયા તાલુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. તલાટીઓ તાલુકા વિકાસ અધિકારીની વિરુદ્ધ મોરચો માંડીને બેઠા છે ત્યારે વાઘોડિયાના વિવિધ ગામોના ગ્રામજનો અને સરપંચો તાલુકા વિકાસ અધિકારી ની તરફેણમાં આવ્યા હતાં. જો તાલુકા વિકાસ અધિકારી કાજલ અંબાલિયા વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી થઈ તો આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી.
WAGHODIA
આતાપી વન્ડરલેન્ડમાં રાઇડ ઓપરેટર 50 ફૂટ ઉંચાઈથી નીચે પટકાતા મોતને ભેટ્યો

- 26 વર્ષીય જીતેન્દ્ર સિંઘનું ઘટના સ્થળે જ મોત
- ટેકનિકલ ખામી કે નિષ્કાળજી?, લોક ખુલી જતા નીચે પટકાયો
- મૃતકના પરિવારજનો ને સંચાલકો આર્થિક સહાય કરશે
વડોદરાના વાઘોડિયા તાલુકાના આજવા ખાતે આવેલા આતાપી વન્ડરલેન્ડમાં આજે એક કર્મચારી રાઈડ પર થી આશરે 60 ફૂટ નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.જે અંગે વાઘોડિયા પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આતાપી વન્ડરલેન્ડમાં આવેલી ઝીપલાઈન રાઇડના ઓપરેટર તરીકે કામ કરતા 25 વર્ષીય જીતેન્દ્ર સિંઘ 50થી 60 ફૂટ ઉપરથી નીચે પટકાતા તેઓનું મોત થયું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે ઝીપલાઇન ક્રોસ કરીને લેન્ડિંગ સાઈટ પર જતા સમયે લોક ખુલી જતા તેઓ નીચે પટકાયા હતા. ઘટના ને લઈને મૃતકના પરિવારજનો ને અતાપી દ્વારા 8 થી 10 લાખનો સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે.
મહત્વની વાત એ છે કે આ હોનારત આતાપી વન્ડરલેન્ડના કર્મચારી સાથે જ બનવા પામી છે. કર્મચારી પોતે ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો. છતાંય હોનારત નો શિકાર બન્યો,જ્યારે વેકેશન સમયે અનેક સહેલાણીઓ અહી મુલાકાતે આવે છે જો આવી બેદરકારી સહેલાણીઓ સાથે બની હોત તો કેટલો મોટો અકસ્માત સર્જાયો હોત?
ઘટના અંગે વાઘોડિયા પોલીસે અકસ્માત મોત નો ગુન્હો નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.
-
VADODARA CITY6 days ago
Podar World School celebrate 8th International Yoga Day
-
VADODARA CITY7 days ago
IMPACT: ફેક્ટ ફાઇન્ડરના આર્ટિકલ બાદ વિક્રમ ચાવડા 24 કલાકમાં પકડાઈ ગયો
-
VADODARA CITY5 days ago
જરોદ પોલીસ મથકની હદમાં ફરજમાં મુકેલા હેડ ક્વાર્ટરના પોલીસ જવાનોએ LCBને ડિટેક્શનમાં મદદ કરી
-
VADODARA CITY4 days ago
કમલાનગર તળાવ પાસે બે હજારની 5.30 લાખની નોટો મળી
-
VADODARA CITY5 days ago
નાસ્તા પાછળ લાખોનો ખર્ચ કરનાર પાલીકાના ભોગીઓને એક વર્ષે જ્ઞાન લાધ્યું,મહિલા કાઉન્સિલરોના નાસ્તાની ખર્ચ મર્યાદા 500રૂ. કરતા વિવાદ!
-
VADODARA CITY5 days ago
પાલીકાના નાક નીચે પરવાનગી વિના ફીલ્મનું શૂટિંગ
-
VADODARA CITY4 days ago
ઢોરપાર્ટીથી બચવા ગૌપાલકે ગાય દોડાવી: ખોડીયાર નગર વિસ્તારમાં મહિલાને ગાયે ભેટી મારતા માથામાં 09 ટાંકા આવ્યા
-
VADODARA CITY4 days ago
ખોડિયાર નગર ડીમાર્ટ પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલન પાણીનો વ્યય