WAGHODIA
ઓનલાઈન શિક્ષણ શરુ કરવા પારૂલ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ અંદોલને ચઢ્યા
- 4 કેસ પોઝીટીવ આવી ગયા બાદ પણ યુનીવર્સીટી સત્તાધીશો દ્વારા ઓફ્લાઈન શિક્ષણ પર ભાર મુકતા વિદ્યાર્થીઓમાં રોષ
- ઓનલાઈન શિક્ષણ ની માંગણી સાથે આજે વિદ્યાર્થીઓ એડમિન ઓફીસ તરફ ધસી જઈને સુત્રોચ્ચાર પોકાર્યા
- અંદોલન અંગે યુનીવર્સીટી સત્તાધીશોની પ્રતિક્રિયા : સરકારી ગાઈડલાઈન પ્રમાણે જ અભ્યાસક્રમ ચાલે છે.
વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકામાં કોરોના ના કેસ સતત વધી રહ્યા છે. વાઘોડિયા તાલુકામાં આવેલી પારુલ યુનીવર્સીટીમાં તાજેતરમાં હોસ્ટેલમાં રહેતા 4 વિદ્યાર્થીઓ ના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે છતાય ઓફલાઈન શિક્ષણ બંધ નહિ કરતા આજે વિદ્યાર્થીઓ એ ભારે સુત્રોચ્ચાર સાથે ઓનલાઈન શિક્ષણ શરુ કરવાની માંગણી કરી હતી. પારુલ યુનીવર્સીટીની એડમીન બિલ્ડીંગ પાસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થયા હતા જ્યાં યુનીવર્સીટી સત્તાધીશોને ઓફલાઈન શિક્ષણ બંધ કરવા માટે માંગણી કરી હતી.
રાજ્યભરમાં કોરોના નો આંકડો સતત વધી રહ્યો છે રોજીંદા જાહેર થતા કેસમાં સતત ઉછાળો જોવા મળ્યો છે ત્યારે વડોદરા જીલ્લામાં પણ આંક સતત વધી રહ્યો છે. 9 જાન્યુઆરીની વાત કરીએ તો વાઘોડિયાની પારુલ યુનીવર્સીટીમાં હોસ્ટેલમાં રહેતા 4 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવ્યા હતા. વાઘોડિયા તાલુકામાં 9 તારીખે કુલ 22 કેસ પોઝીટીવ આવ્યા હતા. તેમ છતાંય પ્પરુલ યુનીવર્સીટી સત્તાધીશો દ્વારા ઓફલાઈન શિક્ષણ પર ભાર મુકવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી.
આજે મોટી સંખ્યામાં તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ યુનીવર્સીટીની એડમીન ઓફીસ તરફ ધસી ગયા હતા અને “વી વોન્ટ ઓનલાઈન” ના સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. યુનીવર્સીટીની ખાનગી સિક્યુરીટી દ્વારા વિદ્યાર્થીઓને રોકવાના પ્રયત્ન પણ થયા હતા જોકે વિદ્યાર્થીઓએ મક્કમતાથી ઓનલાઈન શિક્ષણની માંગણી કરી હતી. સમગ્ર વિરોધ પ્રદર્શનમાં હાજર વિદ્યાર્થીઓ એ મોબાઈલમાં વિડીયો ઉતારીને વાયરલ કરતા અંદોલનની ખબર મીડિયા સુધી પહોચી હતી.
મહત્વની વાત એ છે કે પારુલ યુનીવર્સીટીમાં વિદેશથી અભ્યાસ અર્થે આવેલા વિદ્યાર્થીઓ ખુબ મોટી સંખ્યામાં છે જેમાં પણ હાલ ઓમીક્રોન માટે હાઈ રીક્સ કન્ટ્રીની યાદીમાં શામેલ આફ્રિકાના દેશો માંથી પણ વિધાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરે છે. જો આવા કિસ્સામાં એક પણ ઓમીક્રોનનો કેસ બને તો લોકલ ટ્રાન્સમીશન ખુબ ઝડપ થી વધી શકે તેમ છે.
સ્થાનિક વિદ્યાર્થીઓને કોરોના સંક્રમિત થવાની ચિંતા સતાવી રહી છે. તેમ છતાય યુનીવર્સીટી દ્વારા ઓફલાઈન શિક્ષણ પર ભાર મુકવામાં આવતા આજે ઓનલાઈન શિક્ષણ શરુ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ એ પ્રદર્શન કર્યું હતું.
યુનીવર્સીટી સત્તાધીશોએ આ અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સરકાર ની ગાઈડલાઈન્સ પ્રમાણે જ શિક્ષણ પ્રક્રિયા ચાલી રહી છે. અહી અભ્યાસ પુરતી વાત નથી, વિદ્યાર્થીઓ પરીક્ષા પણ ઓનલાઈન કરવાની માંગણી કરી રહ્યા છે. જે વ્યાજબી નથી. આ અંગે વિદ્યાર્થીઓ ને સમજાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.
WAGHODIA
આતાપી વન્ડરલેન્ડમાં રાઇડ ઓપરેટર 50 ફૂટ ઉંચાઈથી નીચે પટકાતા મોતને ભેટ્યો

- 26 વર્ષીય જીતેન્દ્ર સિંઘનું ઘટના સ્થળે જ મોત
- ટેકનિકલ ખામી કે નિષ્કાળજી?, લોક ખુલી જતા નીચે પટકાયો
- મૃતકના પરિવારજનો ને સંચાલકો આર્થિક સહાય કરશે
વડોદરાના વાઘોડિયા તાલુકાના આજવા ખાતે આવેલા આતાપી વન્ડરલેન્ડમાં આજે એક કર્મચારી રાઈડ પર થી આશરે 60 ફૂટ નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.જે અંગે વાઘોડિયા પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આતાપી વન્ડરલેન્ડમાં આવેલી ઝીપલાઈન રાઇડના ઓપરેટર તરીકે કામ કરતા 25 વર્ષીય જીતેન્દ્ર સિંઘ 50થી 60 ફૂટ ઉપરથી નીચે પટકાતા તેઓનું મોત થયું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે ઝીપલાઇન ક્રોસ કરીને લેન્ડિંગ સાઈટ પર જતા સમયે લોક ખુલી જતા તેઓ નીચે પટકાયા હતા. ઘટના ને લઈને મૃતકના પરિવારજનો ને અતાપી દ્વારા 8 થી 10 લાખનો સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે.
મહત્વની વાત એ છે કે આ હોનારત આતાપી વન્ડરલેન્ડના કર્મચારી સાથે જ બનવા પામી છે. કર્મચારી પોતે ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો. છતાંય હોનારત નો શિકાર બન્યો,જ્યારે વેકેશન સમયે અનેક સહેલાણીઓ અહી મુલાકાતે આવે છે જો આવી બેદરકારી સહેલાણીઓ સાથે બની હોત તો કેટલો મોટો અકસ્માત સર્જાયો હોત?
ઘટના અંગે વાઘોડિયા પોલીસે અકસ્માત મોત નો ગુન્હો નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.