VADODARA CITY
પુત્રના પાપે માતાને સજા,કોર્ટે એક વર્ષની સજા ફટકારી

- ચેક રીટર્ન થવાના મામલે મહિલા આરોપીને એક વર્ષની સાદી કેદની સજા
- પુત્રએ અન્ય વ્યક્તિની માલિકીનો પ્લોટ પોતાનો ગણાવી વેચાણ દસ્તાવેજ કરી છેતરપિંડી આચરી હતી
- સમાધાનના બહાને અન્ય એક પ્લોટ ખાલી કરવાના બહાને વધુ દોઢ લાખ પડાવ્યા હતા
વડોદરામાં અન્ય વ્યક્તિની માલિકીનો પ્લોટ પોતાનો ગણાવી કોન્ટ્રાક્ટરને વેચાણ દસ્તાવેજ કરી આપી છેતરપિંડી આચરવા મામલે ગુનો નોંધાયો હતો. જોકે આરોપીએ સમાધાનના ભાગરૂપે અન્ય એક પ્લોટ આપવાની ખાત્રી આપી ત્રાહિત વ્યક્તિઓ પાસેથી તે ખાલી કરાવવા પેટે વધુ દોઢ લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ સમાધાન પેટે આરોપીની માતાએ ફરિયાદીને દોઢ લાખ રૂપિયાનો ચેક આપતા તે રિટર્ન થયો હતો. જે અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી ફરિયાદીને વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે ,વડોદરાના ન્યુ સમા રોડ ઉપર રહેતા જાદવભાઈ પ્રજાપતિ કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે સંકળાયેલા છે . તેમનો પરિચય જીગ્નેશ શાહ ( રહે – કમલા પાર્ક સોસાયટી ,વાઘોડિયા રોડ) સાથે થયા બાદ તેણે અન્ય વ્યક્તિની માલિકીનો પ્લોટ પોતાનો ગણાવી જાદવભાઈને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો .
જોકે પાછળથી ભાંડો ફૂટતા છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તે સમત સમાધાનના ભાગરૂપે જીગ્નેશ શાહે અન્ય એક પ્લોટ આપવાની ખાતરી આપી હતી. પરંતુ તે પ્લોટ પર ત્રાહિત વ્યક્તિઓનો કબજો હોય તે ખાલી કરાવવા માટે વધુ દોઢ લાખની માંગણી કરતા જાદવભાઈ એ વધુ દોઢ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. પુત્રના કારનામાંના પગલે મધ્યસ્થી માટે જીગ્નેશ ભાઈની માતા રમીલાબેન શાહએ જવાબદારી લઇ તેમના ખાતાનો દોઢ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો.
જે ચેક ક્લિયરન્સમાં જતા રિટર્ન થતાં વકીલ મારફતે નોટિસ પાઠવી હતી. જે નોટિસનો ઉડાઉ જવાબ મળતા કલમ 138 મુજબ વર્ષ 2019 દરમિયાન મેં .જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસની આજરોજ સુનાવણી હાથ ધરાતા અદાલતે મૌખિક, દસ્તાવેજી પુરાવા , બંને પક્ષોની દલીલો, તથા કાયદાકીય ચુકાદાઓની હકીકતો અને સંજોગોને ધ્યાનમાં લેતા આરોપીને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા વળતર પેટે ફરિયાદીને દોઢ લાખ રૂપિયા ચુકવવાનો હુકમ કર્યો હતો અને જો વળતર ન ચૂકવે તો વધુ ત્રણ મહિનાની સાદી કેદની સજા ફટકારવાનો હુકમ કર્યો હતો. ફરિયાદી તરફે નરેન્દ્ર મિશ્રા અને ઉમંગ ગુપ્તેએ દલીલો કરી હતી.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે