VADODARA CITY
વિવાદિત હોર્ડિંગ કોણે લગાવ્યા?, પોલીસ-પાલીકાનું ભેદી મૌન!

- શહેરના મુખ્ય ચાર રસ્તાઓ પર રાત્રીના સમયે આવીને કોઈ હોર્ડિંગ લગાવી જાય અને પાલીકા તેમજ પોલીસને જાણ પણ ન થાય તે વાત ગળે ઉતરતી નથી.
- વિશ્વામિત્રી બચાવો સમિતિએ પોલીસ કમિશ્નરને ફરિયાદ આપી,ધર્મના નામે ઉશ્કેરણી કરી રાજકારણ ચમકાવનારાઓ સામે કાર્યવાહી કરો
- શહેરમાં કોમી એખલાસનું વાતાવરણ ડહોળવાના હીન પ્રયત્નોમાં કોનો હાથ?
વડોદરા શહેરમાં દરેક સંવેદનશીલ વિસ્તારમાં અને મહત્વના ચાર રસ્તા અને જંકશન પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરામાં કારની અંદર સીટબેલ્ટ કોણે નથી લગાવ્યો તેવી ઝીણવટ ભરી માહિતી પણ કેદ થઈને કાર ચલાકના ઘરે ઇ-મેમો પહોંચી જાય છે. પણ ગત રાત થી આજે સવાર સુધીમાં શહેરમાં ઠેર ઠેર 10 ફૂટ લાંબા અને 6 ફૂટ પહોળા હોર્ડિંગ કોણ લગાવી ગયું તેની જાણ પોલીસ કે પાલિકાને નથી,સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં બાઝ નજરે શહેરની રખેવાળી કરતા કેમેરાની નજર ચૂકવીને કોઈ આપત્તીજનક હોર્ડિંગ લગાવી ગયું છતાંય પોલીસ પાસે આ અંગે કોઈ જ જવાબ નથી.
દિલ્હીના આમ આદમી પાર્ટીના એક મંત્રીએ જાહેરમાં કેટલાક સમૂહને હિન્દૂ ધર્મ નહીં માનવા અંગે શપથ લેવડાવ્યા હતા. જે ઘટનાના પ્રત્યાઘાત સ્વરૂપે ભાજપના પ્રવક્તાઓ ગઈ કાલ સાંજથી મેદાને પડ્યા હતા. અને આજે સવારે તો આ નિવેદન ખુદ અરવિંદ કેજરીવાલે કર્યું હોય તેવા સંદેશા સાથેના હોર્ડિંગ વડોદરાના વિવિધ રાજમાર્ગો પર લગાવી દેવામાં આવ્યા,પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ પાસે પણ આવા વિવાદિત હોર્ડિંગમાં દિલ્હીના એક મંત્રીના સ્ટેટમેન્ટને અરવિંદ કેજરીવાલનું સ્ટેટમેન્ટ ગણાવી ધર્મ અને ધાર્મિક લાગણી દુભાય તેવા લખાણ સાથેના હોર્ડિંગ લગાવી દેવાયા.
આ હોર્ડીંગ કોણે લગાવ્યા તેની જાણ પાલીકા કે પોલીસને નથી. અને તેને શોધવાની ઇચ્છાશક્તિ પણ નથી. જેની સામે આજે વિશ્વામિત્રી બચાવો સમિતિના શૈલેષ અમીને પોલીસ કમિશનરને પત્ર લખી હોર્ડિંગ લગાવનાર તત્વોને શોધી તેઓ સામે શહેરની શાંતિ ડહોળવાના પ્રયત્નો અંગે ગુન્હો નોંધી કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.
નૂપુર શર્મા વિવાદ વખતે અગાઉ ધાર્મિક લાગણી દુભાય તેવા કેટલાક પોસ્ટર મચ્છીપીઠ નજીક રોડ પર ચોંટાડવામાં આવ્યા હતા ત્યારે પોલીસ ત્વરિત એક્શનમાં આવી હતી. જ્યારે આજે ધાર્મિક મુદ્દાઓના આધારે રાજકારણ ચમકાવનારા તત્વો સામે પોલીસ શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે