Connect with us

VADODARA CITY

ભાજપના સંનિષ્ઠ કાર્યકર રાજીનામું આપી રહ્યા છે ત્યારે મહિલા કાઉન્સિલરના પતિદેવ બિલ્ડરની જીહુજુરીમાં વ્યસ્ત,છતાંય સંગઠન મૌન!

Published

on

  • વિસ્તારની સમસ્યાનો નિકાલ નહી આવતા ભાજપના કાર્યકરે પ્રમુખને વોટસએપ પર રાજીનામું મોકલી દીધું છે
  • આજ વિસ્તારના મહિલા નગરસેવક ના પતિદેવ, બિલ્ડરોની જીહુજુરીમાં વ્યસ્ત છે
  • આખું શહેર જાણે છે વિવાદિત બિલ્ડરની વહીવટદાર ભાજપના કાઉન્સિલર નો “પતિ”,છતાંય સંગઠનનું મૌન

વડોદરા શહેરના રાજકારણમાં જનાદેશ લઈને સત્તા પર આવેલા રાજકારણીઓ હવે સત્તાનો ઉપયોગ કરીને માલેતુજારો ની પગચંપી કરવામાં વ્યસ્ત થઈ ગયા છે. તેઓના મતવિસ્તારમાં ભાજપના સનિષ્ટ કાર્યકરો રાજીનામું આપી રહ્યા છે. જ્યારે બિલ્ડર દલાલ બનીને ફરતા નેતાઓ એ છડેચોક ભાજપની પ્રતિષ્ઠા ને નેવે મૂકી દીધી છે.

બિલ્ડરો ની જીહજુરી કરતા પતિદેવ ના પત્ની શહેરના પૂર્વ વિસ્તારના એક વોર્ડમાં ચૂંટાઈ ને આવ્યા છે. આ મહિલા કાઉન્સિલર પોતાના વિસ્તારમાં દેખાતા નથી. કાર્યકરો પરેશાન થઈ ઉઠયા છે. પ્રજા પાસે મત માંગવા ગયેલા કાઉન્સિલર ને મત અપાવવા સ્થાનિક ભાજપના કાર્યકરો એ મહેનત કરી અને અંતે કાઉન્સિલર પોતે ગાયબ થઈ ગયા છે. વર્ષો જૂના કાર્યકરો ને હવે પ્રજાના મેણાં ટોણાં સંભાળવા પડે છે. અને અંતે કંટાળીને ભાજપના કાર્યકરે રાજીનામું આપી દેવાની તૈયારી બતાવી હતી. શહેર ભાજપ અધ્યક્ષે રાજીનામું નહિ સ્વીકારતા કાઉન્સિલર ની નિષ્ક્રિયતા થી કંટાળેલા કાર્યકરે વોટસએપ પર રાજીનામું મોકલી દઈને પક્ષ છોડી દીધો. ચૂંટણી જીતવા માટે મહેનત કરનાર પાયાના કાર્યકરો ની એક તરફ કદર થતી નથી જ્યારે એ જ વોર્ડ ના એક મહિલા નગરસેવક ના પતિ બિલ્ડરોની પગચંપીમાં વ્યસ્ત થયા છે.

મહિલા નગરસેવક ના પતિ હવે છડેચોક બિલ્ડરો ની દલાલી(શુદ્ધ ભાષામાં કન્સલ્ટન્સી) કરતા મેદાને ફરી રહ્યા છે. જોકે આ કૃત્ય ભાજપના સંગઠનમાં બેસેલા નેતાઓ ને દેખાતું નથી. કાઉન્સિલર પતિ દ્વારા પાલિકાના બિલ્ડરો ની ફાઈલો મંજૂર કરાવવા દોડાદોડી કરે છે. તેઓની પત્ની ચૂંટાયેલા પ્રતિનિધિ છે જેઓનો સત્તાનો દુરૂપયોગ કરી અધિકારીઓ ને દમદાટી આપવામાં આવે છે. સ્થાનિક વિસ્તારમાં શું સમસ્યા છે તેનાથી મહિલા કાઉન્સિલરના સુપર કાઉન્સિલર પતિ સવા અજાણ છે..પણ ક્યાં બિલ્ડર ની ફાઈલ કયા અધિકારી પાસે સાઈન કરવા આપી છે. અને ફાઈલ ક્યારે મંજૂર થશે તેની માહિતી આ પતિદેવ પાસે અચૂક હોય છે. આ નેતાજી ને બિલ્ડરો પોતાના ખિસ્સામાં રાખે છે. અને બિલ્ડર ની સ્કીમ પર કોઈ પ્રસંગ હોય અને ખુરશીઓ ગોઠવવી પડે તો પણ આ કાઉન્સિલર પતિને કોઈ નાનમ નથી!

Advertisement

જાહેરમાં બિલ્ડર ના PA બનીને ફરતા કાઉન્સિલરના પતિના કારસ્તાનથી સંગઠન વાકેફ છે. જોકે અગાઉ જે રીતે મહિલા કાઉન્સિલર દ્વારા મકાન પચાવી પાડવાનો કિસ્સો હોય કે, લગ્નમાં ફાયરિંગ નો કિસ્સો હોય કે પછી ચેક બાઉન્સ કેસમાં સજા થઈ હોવાનો મામલો હોય સંગઠન આવા કિસ્સામાં ઢાંપિછોડા સિવાય કંઈ કરતાં નથી.

હાલ તો આ મહિલા નગરસેવકના પતિ બહુચર્ચિત અને વિવાદિત બિલ્ડર ની પગચંપી કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. પાલિકા સહિત કેટલીક સરકારી એજન્સી, એવિયેશન, ડીફેન્સ સહિતના વિભાગો આ વિવાદિત સ્કીમના બાંધકામ થી ચિંતિત છે! જ્યારે બિલ્ડર નો બોડીગાર્ડ બનીને ભાજપ ના જ નગરસેવક નો પતિ ઉભો હોય તો આ સાઇટનું સરકાર શું બગાડી શકે?

Advertisement

VADODARA CITY

બહુચરાજી રોડ પર પડ્યો ભુવો: પાલીકા પાસે સમારકામનો સમય નથી

Published

on

વડોદરા શહેર ના કારેલીબાગ માં આવેલ ૐ શાંતિ ભવન, બહુચરાજી નગર પાસે વધુ એક પડ્યો છે પરંતુ કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી.


વડોદરા શહેરમાં થતા વિકાસના કામોમાં પાણી ડ્રેનેજની લાઈનો નાખ્યા બાદ યોગ્ય રીતે માટીપુરાણ નહીં થતાં અવારનવાર ભુવા પડદા હોવાની ફરિયાદો વધી છે ખાસ કરીને ભૂવા ચોમાસા દરમિયાન પડદા હોય છે પરંતુ કારેલીબાગ વિસ્તારમાં ઉનાળામાં ભૂવા પડતાં લોકોમાં અચરજ ફેલાયું છે.

Advertisement


વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ લાઈન કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીની પડવાને કારણે પોલ ખુલ્લી પડતી હોય છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરતું નથી જેથી લોકોને હેરાનગતિ થતી હોય છે.


અંગે શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે કોર્પોરેશનના તંત્રનોની આકરી ટીકા કરી ભૂવો પુરાણ કરાવવાની માંગણી કરી છે સાથે સાથે તેમણે આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના ઇજનેરો અને ઇજારદારોની મીલીભગત ને કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે.

Advertisement
Continue Reading

Trending