VADODARA CITY
કાળી માટીના વહીવટમાં કોના કોના હાથ કાળા ?

- ઝીગ્મા એન્વાયરોની ગેરરીતીના ઢાંકપીછોડા કરવા મસમોટો વહીવટ કરતો કિરણ કોણ ?
- જયંતીભાઈના મરણ બાદ પાલિકાના કેટલાક અધિકારીઓની “ભ્રષ્ટાચારની ભૂખ” સંતોષવા કિરણ કામે લાગ્યો ?
- કાળાધોળા કરવામાં માહિર “મનુદાદા”નું નામ ચગડોળે ચઢ્યું, દર મહીને જેટલું બીલ, એં પ્રમાણે 50 હજારથી 1 લાખ લેતો અધિકારી કોણ ?
વડોદરા મહાનગર પાલિકામાં છાશવારે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. જેમાં હવે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની પણ પોલ ખુલવા પામી છે. ઝીગ્મા એન્વાયરોના પ્લાન્ટમાં નીતિનિયમો નેવે મુકીને ચાલતી ગેરરીતીના ઢાંકપીછોડા કરવા માટે કેટલાક પાલિકાના એક અધિકારીને દર મહીને 50 હજારથી 1 લાખ સુધીની મસમોટી રકમ પહોચાડવામાં આવતી હોવાની ચર્ચા જાગી છે. આ રકમ પહોચાડવા માટે ઈજારદાર અને અધિકારીઓ વચ્ચે બે વચેટીયાઓ કામ કરતા હોવાની માહિતી સુત્રો દ્વારા જાણવા મળી છે. જેમાં ઈજારદાર તરફે કિરણ અને મનુદાદા એમ બે નામો ચર્ચામાં સામે આવ્યા છે.
પાલિકામાં દર મહીને ઝીગ્મા એન્વાયરો દ્વારા બીલ મુકવામાં આવે છે. આ બીલ કોઈ પણ વાંધા અને કાપકૂપ વગર મંજુર કરવાની સત્તા ધરવતા અધિકારીની મહત્વની ભૂમિકા રહેલી છે. આ બીલ દર મહીને નિર્વિઘ્ને પાસ થાય તે માટે ઈજારદાર અને સોલીડ વેસ્ટ વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ વચ્ચે એક ચેઈન કામ કરે છે. જેમાં વચેટિયાઓ ના મધ્યમથી અધિકારીઓને મસમોટી રકમ મોકલવામાં આવતી હોવાની માહિતી સુત્રો દ્વારા જાણવા મળી છે.
અગાઉ આ વહીવટમાં જયંતિભાઈ નામના એક વ્યક્તિનું નામ સામે આવતું હતું જોકે તેઓના મરણ બાદ તેઓનું સ્થાન કિરણ નામના વ્યક્તિએ સંભાળ્યું હોવું જાણવા મળે છે. જયારે અધિકારી તરફે પણ કોઈ વિશ્વાસપાત્ર વહીવટદાર ની જરૂર હોય કિરણની સાથે સાથે કોઈ મનુ દાદા પણ કામ કરતા હોવાનું સામે આવ્યું છે.
પાલિકાના કેટલાક અધિકારીઓની “ભ્રષ્ટાચારની ભૂખ” સંતોષવા માટે ગોઠવાયેલી આ વહીવટી ચેઈનની કેટલીક ગોપનીય માહિતી પણ સામે આવી છે જેનો ટુંક સમયમાં ઘટસ્ફોટ થશે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે