Connect with us

VADODARA CITY

દિવાળી બાદ દેવ દિવાળી પણ ગઈ,અગોરાના દબાણો ક્યારે દૂર કરશો?

Published

on

  • આગોરાના દબાણો મામલે પાલિકાની સભામાં મેયરે આપેલું વચન ક્યારે પૂરું કરશો?
  • વિપક્ષી નેતા અમી રાવતની ચુપકીદી કેમ?, હજી અગોરાનું પાંદડું પણ હલ્યું નથી તેના પહેલા જ ઉજવણી કેવી?
  • એડવોકેટ શૈલેષ અમીને કરી ઉગ્ર રજુઆત

વિશ્વામિત્રી તટે દબાણ કરનાર અગોરા બિલ્ડર સામે પ્રશાસન પગલાં ભરતું નથી અને મેયરની ચૂપકીદી સામે શંકાઓ ઊભી થાયછે તેવા આક્ષેપો સાથે એડવોકેટ શૈલેષ અમીને બિલ્ડર સામે કાયદાકીય પગલાં ભરવાની માંગ કરી છે.

વિશ્વામિત્રી બચાવોના નેજા હેઠળ વિશ્વામિત્રી નદીમાં બિલ્ડરના ગેરકાયદેસર દબાણ મામલે આંદોલન ચલાવી રહેલા શૈલેષ અમીને જણાવ્યું હતું કે, અઘોરા બિલ્ડરે વિશ્વામિત્રી નદી ની જમીન પર દબાણ કર્યું છે. એરપોર્ટ એન.ઓ.સી. કરતા દોઢું ઊંચાઈ નું બાંધકામ કર્યું છે. 18 મીટર ના રોડ ને 27 મીટર બતાવી 6 જેટલા ડબલ હાઈટ વાળા મલ્ટીપ્લેક્ષ થિયેટરો મંજુર કર્યા છે. આ બધું ગેરકાયદેસર મંજુર કરાવી, ભ્રષ્ટાચાર સામે સતત “આંખ આડા કાન” કરતા મેયરે અઘોરાના ગેરકાયદેસર ના બાંધકામ સામે વડોદરા પાલિકા ની સમગ્ર સભા માં વિપક્ષની સામે બોલવા પર પાબંધી લગાવી હતી. ભ્રષ્ટાચાર આચરતા અઘોરાના માલિક આશિષ શાહ સામે મેયરની ભેદી ચૂપકીદી અનેક શંકાઓ ઉભી કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળી પહેલા પાલિકાની મળેલી સામાન્ય સભામાં મેયરે અગોરાના ગેરકાયદે બાંધકામ અને સરકારી જમીન પરના દબાણ સામે કાર્યવાહી કરવાની બાહેધરી આપી હતી. જે બાહેધરીથી વારંવાર ફોલર પર બેસી જવાની ટેવ ધરાવતા વિપક્ષી નેતાએ જીતની ખુશી વ્યક્ત કરી હતી. પરંતુ દિવાળી પણ નીકળી ગઈ અને દેવ દિવાળી પણ નીકળી ગઈ, મેયર કાતો વિપક્ષી નેતા દબાણો દુર કરવા મામલે મગનું નામ મરી બોલતા નથી . સત્તાધારી પક્ષની ચુપકીદી તો સમજમાં આવે છે. પણ વિપક્ષ કેમ ચુપ છે તે સમજવું અઘરું થઇ ગયું છે.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

VADODARA CITY

તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

Published

on

  • જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
  • ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!

વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો

શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.

40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.

Advertisement


શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે

Advertisement
Continue Reading

Trending