VADODARA CITY
વડસર કોટેશ્વર-કાસા રેસિડેન્સી વિસ્તારમાં વિશ્વામિત્રીના પાણી ફરી વળતા બેટમાં ફેરવાયું, રસ્તો બંધ કરાયો

- મોડી રાતથી વરસાદ બંધ રહેતા કાસા રેસિડેન્સીના રહીશો અને તંત્રએ રાહત અનુભવી
- વડોદરા કોર્પોરેશને આખરે વડોદરાને ડૂબાડ્યુ, પ્રિમોન્સુન કામગીરીના દાવા પોકળ
સોમવારે વડોદરા શહેર અને જિલ્લામાં તેમજ તેના ઉપરવાસમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. આજવાની સરોવરની સપાટી 212 ફૂટ ઉપર પહોંચી ગઇ હતી. નિયમ પ્રમાણે આજવાની સપાટી તા.15 ઓગષ્ટ સુધી 211 ફૂટનું લેવલ જાળવવાનું હોવાથી, એક ફૂટ ઉપરાંતનું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યું હતું. પરિણામે વિશ્વામિત્રી નદી પણ 16 ફૂટ ઉપર પહોંચી ગઇ હતી. વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થતાં, નિચાણવાળા વિસ્તારોમાં જળબંબોળ બની ગયા હતા. જેમાં વડોદરાના છેવાડે આવેલા વડસર કોટેશ્વર કલ્વર્ટ રસ્તા ઉપર નદીના પાણી ફરી વળતા તંત્ર દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. બેરીકેટ લગાવી રસ્તો બંધ કરી દેવામાં આવતા કોટેશ્વર વિસ્તારમાં આવેલી કાસા રેસિડેન્સી સહિત આસપાસમાં રહેતા રહીશો નોકરી-ધંધાર્થે પણ જઇ શક્યા ન હતા. તો વિદ્યાર્થીઓ સ્કૂલમાં પણ જઇ શક્યા ન હતા.
વડસર-કોટેશ્વર જવાનો કોર્પોરેશને રસ્તા ઉપર બેરીકેટ લગાવી દેવાયા
વડસરથી કોટેશ્વર જવાના રસ્તા ઉપર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા મોડી રાત્રે વડોદરા મહાનગર પાલિકા દ્વારા સત્તાવાર યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, રસ્તાઓ ઉપર પાણી આવી જવાના કારણે વડસરથી કોટેશ્વરનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આથી કોઇએ આ રસ્તા ઉપરથી આવન-જાવન કરવી નહીં. કોર્પોરેશનની યાદીમાં એમ પણ જણાવાયું હતું કે, રસ્તા ઉપર આવી ગયેલા પાણીની સાથે મગરો પણ આવી ગયા હોઇ, તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. ત્યારે કોઇએ આ માર્ગ ઉપરથી આવન-જાવન કરવી નહીં. આ રસ્તા ઉપર કોઇ આવન જાવન કરે નહિં તે માટે તંત્ર દ્વારા વડસરથી કોટેશ્વર જવાના માર્ગ ઉપર બેરીકેટ લગાવી દેવામાં આવ્યા છે. અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા હતો.
રહીશોને ઘરની બહાર ન નીકળવા લાઉડ સ્પિકર દ્વારા એનાઉન્સ કરી ચેતવ્યા
કોટેશ્વર વિસ્તારમાં આવેલા કાંસા રેસિડેન્સીની આસપાસ વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા કાંસા રેસીડેન્સી સહિત આસપાસમાં રહેતા લોકો સંપર્ક વિહોણા બની ગયા હતા. પરિસ્થીતીને ધ્યાનમાં લઇ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ એલર્ટ થઇ ગયા હતા. તે સાથે કોર્પોરેશનની ટીમો પણ એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા સતત માઇક દ્વારા ઉનાઉન્સ કરીને રહીશોને સાવચેત કરવામાં આવ્યા હતા. મોડી રાતથી વિશ્વામિત્રી નદીના પાણી કાસા રેસિડેન્સી અને તેની આસપાસમાં આવેલા વિસ્તારોમાં પાણી આવવાની શરૂઆત થઇ હતી. પરંતુ, મોડી રાતથી અને આજે સવારથી વરસાદે વિરામ લેતા આ વિસ્તારના રહીશો માટે મોટુ સંકટ ટળી ગયું હતું. તે સાથે તંત્રએ પણ રાહત અનુભવી હતી.
વહેલી સવારે દૂધ, શાકભાજી સહિત જીવનજરૂરી ચિજવસ્તુઓ ન પહોંચી
ઉલ્લેખનિય છે કે, વિશ્વામિત્રી નદીની સપાટી 12 ફૂટ ઉપર પહોંચતાની સાથેજ કોટેશ્વર વિસ્તારમાં પાણી ભરાઇ જવાની વર્ષોથી સમસ્યા છે. તંત્ર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ, તંત્ર દ્વારા આ પ્રશ્નનો કાયમી નિકાલ લાવી શકી નથી. કાંસા રેસીડેન્સી પાસે આવેલ કોટેશ્વર વિસ્તાર બેટમાં ફરવાઇ ગયો છે. તેઓને વડસર તરફ આવવા માટે એકજ રસ્તો છે. ત્યારે મોડી રાતથી કોટેશ્વરથી વડસર તરફ આવવાનો રસ્તો બંધ કરી દેવામાં આવતા રહીશો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. આજે વહેલી સવારે દૂધ, અખબારો, શાકભાજી જેવી જીવન જરૂરી ચિજવસ્તુઓનો પુરવઠો પણ પહોંચી શક્યો ન હતો. મોડી રાતથી કોટેશ્વરના રહીશોને ઘરમાં પુરાઇ રહેવાનો વખત આવ્યો છે. જોકે, તંત્ર દ્વારા જરૂરી ચિજવસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે.
કોર્પોરેશનના પાપે શહેરીજનોની મિલકતોને કરોડોનું નુકશાન
સોમવારે થયેલા ભારે વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં લોકોની હાલત કફોડી બની ગઇ છે. પ્રિમોન્સુનની કામગીરી પાછળ રૂપિયા 2 કરોડ ખર્ય કરવામાં આવ્યો હોવાના કોર્પોરેશનના સત્તાધિશોના દાવા પોકળ સાબિત થયા છે. અને કોર્પોરેશનના સત્તાધિશોએ પાછલા વર્ષોની જેમ આ વર્ષે પણ પાણીમાં ડૂબાડવામાં કોઇ કસર છોડી નથી. અને લોકોની કરોડો રૂપિયાની મિલકતોને નુકશાન પહોંચાડ્યું છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે