VADODARA CITY
EXCLUSIVE : વોન્ટેડ બુટલેગર નિર્ભયતાથી શહેરમાં ફરે છે પણ પોલીસ તેને પકડતી નથી !

- શહેરના રાજમાર્ગો પર બુટલેગર વિક્રમ ચાવડા ના બેનર લાગ્યા હોવા છતાં પોલીસ ને ધ્યાને ન આવ્યું
- કરણીસેના ના કાર્યક્રમમાં હાજરી આપી દિગ્ગજ મહાનુભાવો વચ્ચે ઊભો રહેલો બુટલેગર હાજર પોલીસ બંદોબસ્તને પણ દેખાયો નહીં
વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તાર નો જાણીતો બુટલેગર વિક્રમ ચાવડા હાલ પોલીસ ચોપડે વોન્ટેડ હોવા છતાં કરણી સેનાના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યો હતો કેસરી સાફો પહેરી કરણી સેનાના મહાનુભાવો વચ્ચે હાજર પણ રહ્યો અને કાર્યક્રમ આટોપી સ્થળ પરથી નીકળી પણ ગયો છતાંય વડોદરા શહેર પોલીસના ધ્યાને આવ્યો નહીં એ વાત અચરજ પમાડે તેવી છે.
થોડા વર્ષો અગાઉ સ્ટેટ વિજીલન્સ આ દરોડામાં બહુચર્ચિત લાલ ડાયરી થી પ્રચલિત થયેલા રીઢો ગુનેગાર અને બુટલેગર વિક્રમ ચાવડા ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. જિલ્લામાં બેસીને શહેરમાં દારૂ સપ્લાય નેટવર્ક ચલાવતો બુટલેગર વિક્રમ ચાવડા કરણી સેના ના જિલ્લા અધ્યક્ષ તરીકે પણ હોદ્દો ધરાવે છે જ્યારે જીલ્લા પોલીસના ચોપડે વોન્ટેડ હોવા છતાં બુટલેગર બિન્દાસ્તપણે શહેરમાં ફરી રહ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આજે વડોદરા શહેરમાં ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી તેમજ મહા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના દિગ્ગજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પ્રતિભાશાળી અધ્યક્ષ રાજ શેખાવત તેમજ પૂર્વ આઈપીએસ ડી.જી.વણઝારા પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કરણી સેનાના શહેર જિલ્લા અધ્યક્ષ તરીકેની જવાબદારી સાંભળતા અને વડોદરા શહેર જીલ્લામાં અસંખ્ય ગુન્હામાં પકડાયેલો બુટલેગર વિક્રમ ચાવડા પણ હાજર હતો. વિક્રમ ચાવડા તમામ મહાનુભાવો સાથે મંચ પર પણ હાજર હતો.
ગત 14 એપ્રિલે ડભોઇ તાલુકાના ભિલોડિયા ગામે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં વિદેશી શરાબ સહિત 1.49 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જે કેસમાં વિક્રમ ચાવડા હજી પોલીસના હાથે લાગ્યો નથી અને પોલીસ ચોપડે વોન્ટેડ છે. તેમ છતાંય શહેરના એક સમાજના કાર્યક્રમમાં તેની હાજરી હોવા છતાંય પોલીસે તેની ધરપકડ કરી નથી.

સામાન્ય રીતે જીલ્લાના પોલીસ મથકમાં શહેરનો કોઈ ગુન્હેગાર વોન્ટેડ હોય ત્યારે જીલ્લા પોલીસ દ્વારા શહેર પોલીસને ગુન્હેગાર વોન્ટેડ છે તેની જાણ કરવામાં આવતી હોય છે. વિક્રમ ચાવડાના કિસ્સામાં પણ ડભોઇ પોલીસે શહેર પોલીસ વિભાગને આ અંગે જાણ કરી હતી. તેમ છતાંય શહેરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેની હાજરી હોય અને તેની ધરપકડ ન થાય એ ઘટના અનેક સવાલો ઉભા કરે છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે