VADODARA CITY
આજે આંખો બંધ રાખી છે, ભગવાન નરસિંહજીના વરઘોડામાં પણ આંખો બંધ રાખજો : વિશ્વામિત્રી બચાવો સમિતિ
- પોલીસ વિભાગની “સાહેબ ભક્તિ” પર વિશ્વામિત્રી બચાવો સમિતિના તીખા પ્રહારો
- વિઠ્ઠલનાથજીના વરઘોડા સમયે ફક્ત 15 ભક્તોની હાજરી માટે દબાણ કરતી પોલીસ “સ્નેહમિલન સામૈયા” સમયે ચુપ કેમ ?
- જો પોલીસ વિભાગ “સ્નેહમિલન સામૈયા”માં મૌન રહી શકે, તો નરસિંહજી ના વરઘોડા સમયે પણ મૌન રહે.:શૈલેષ અમીન
સગવડિયા કાયદા સાથે ફરતી વડોદરા શહેર પોલીસને ફરી એક વાર નેચું જોવાનો વારો આવ્યો છે. સાહેબ ભક્તિમાં અંધ પોલીસ અધિકારીઓ ને મુખ્યમંત્રી શ્રી ના સ્નેહમિલન કાર્યક્રમમાં ક્યાય જાહેરનામાંનો ભંગ દેખાતો નથી. જયારે દેવદિવાળીએ નીકળતા ભગવાન વિઠ્ઠલનાથજી ના વરઘોડામાં તમામ પ્રકારના કાયદાનું પાલન કરાવવામાં આવે છે. પાલખીમાં નગરચર્યાએ નીકળતા ભગવાનને ટ્રકમાં બેસાડી દેવાય છે. ફક્ત 15 ભક્તોની ઉપસ્થિતિમાં ભગવાનનો વરઘોડો યોજાય છે. અને તમામ પરંપરાઓ નેવે મુકાય છે. જયારે મુખ્યમંત્રીની આગતા સ્વાગતા કરવા માટે 10 હજાર કાર્યકરો ની હાજરી સામે પોલીસ અધિકારીઓ આખે પાટા બાંધી દે છે. આ અમે નથી કહેતા,વિશ્વામિત્રી બચાવો સમિતિના શૈલેષ અમીન નું કહેવું છે.
વડોદરામાં કોરોના મહામારી ન ફેલાય તે માટે કાયદાનું છડેચોક ઉલંઘન કરીને માસ્ક વગર નીકળતા નાગરિકને પકડીને રૂ.1000નો દંડ કરતી પોલીસ ખરેખર પ્રસંશનીય છે. પાણી આવે ત્યારે પાળ બાંધવા નીકળતું વડોદરાનું અધ્યતન આરોગ્યવિભાગ ભીડભાડ વાડી જગ્યાઓ,રેલ્વે સ્ટેશન મોલ, એસ.ટી ડેપો પર કોરોનાના રેપીડ ટેસ્ટ કરાવે છે. તે ખરેખર પ્રસંશનીય છે.100 કરોડ વેક્સીનેશન થયાની ઉજવણી જાણે એક તહેવાર આવ્યો હોય તેમ કરતા ભાજપના એ દેવદુર્લભ કાર્યકરોની પણ પ્રસંશા કરવી પડે.
આ બધી પ્રસંશાઓ વચ્ચે આજે ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ વડોદરાના ભાજપના કાર્યકરો માટે સ્નેહમિલન સંમેલનમાં હાજરી આપવા જઇ રહ્યા છે. જ્યાં મહત્તમ 10 હજાર કે તેથી વધુ કાર્યકરો અને ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જેઓની સરભરામાં વડોદરા શહેરના પોલીસ જવાનો પણ તૈનાત રહેશે. પણ આજે પોલીસને ક્યાય શોશ્યલ ડીસ્ટન્સ નો ભંગ નહીં દેખાય અને કેસરી ખેસ ધારણ કરનારા કાર્યકરો માસ્ક વિના હશે તો એ પણ નહિ દેખાય !
તાજેતરમાં ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડા સમયે ફક્ત 15 ભક્તોને પરવાનગી હતી. અને તેઓની પાલખી યાત્રા ટ્રકમાં કાઢવામાં આવી હતી. તેમ છતાય કોરોનાનો ડર અને કાયદો નેવે મૂકીને સરકાર સ્નેહમિલનનો સમૈયો કરશે. ત્યારે વિશ્વામિત્રી બચાવો સમિતિએ આજે પોલીસ ભવન ખાતે આવેદનપત્ર સુપ્રત કરીને આવા જ આંખ આડા કાન ભગવાન નરસિંહજીના વરઘોડા વખતે કરવામાં આવે તેવી રજૂઆત કરાઇ હતી.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે