Connect with us

VADODARA CITY

હિંસક કપિરાજનો આતંક,વૃદ્ધાને કરડી જતા રહીશોમાં ભય નો માહોલ

Published

on

વડોદરા શહેરના સિંધવાઈ માતા રોડ પર આવેલી આયુર્વેદિક હોસ્પિટલ પાસે વિફરેલા કપિરાજ દ્વારા વારંવાર આસપાસના રહીશો અને રાહદારીઓને કરડવાના કિસ્સા સામે આવ્યા છે. જ્યારે ગત રોજ અયીર્વેદીક હોસ્પિટલમાં દવા લેવા માટે આવેલા છાણીના વૃદ્ધાને વાંદરાએ કરડી લેતા ઘવાયા હતા. જ્યારે થોડા દિવસ અગાઉ મંદિરના પૂજારીને પણ પગમાં બચકું ભર્યું હતું.

વડોદરા શહેરના પ્રતાપનગર સિંધવાઇ માતા રોડ પર આવેલી સારાભાઈ આયુર્વેદિક હોસ્પિટલ આવેલી છે જેની આસપાસના વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી કપિરાજ દ્વારા હુમલા થતા હોવાના કિસ્સા સપાટી પર આવ્યા છે. 15 દિવસ પહેલા મંદિરના પૂજારી આરતી કરતા હતા ત્યારે એકાએક ધસી આવેલા કપિરાજે પૂજારીને પગમાં બચકું ભરી દીધું હતું ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. જ્યારે આ અંગે વન વિભાગને જાણ કરવા છતાંય 15 દિવસથી વન વિભાગ દ્વારા કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી.

Advertisement

વન વિભાગ દ્વારા હોસ્પિટલ પરિસરમાં વાનરને પાંજરે પુરવા માટે છટકું ગોઠવીને પાંજરું મુકવામાં આવ્યું છે છતાંય હુમલાખોર વાનર પકડાતો નથી. જ્યારે ગત રોજ વધુ એક હુમલાનો બનાવ બનતા રહીશોમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે.

સારાભાઈ આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા શશીબાલા મિત્તલ હોસ્પિટલ પરિસરમાં બેઠા હતા ત્યારે હુમલાખોર વાનર વૃદ્ધાના પગ પર કરડી ગયો હતો. જ્યારે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

VADODARA CITY

પાદરા: બાવાના બેઉ બગડ્યા, અપક્ષ ઉમેદવારને સમર્થન કરતા ભાજપના 48 હોદ્દેદારોને સસ્પેન્ડ કરાયા

Published

on

ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારી નહીં આપી અસક્ષમ ઉમેદવારને આગળ કરતા પાદરામાં બળવો થયો હતો. પાદરાના પૂર્વ ધારાસભ્ય દીનુંમામાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા અડધા ઉપરાંત ભાજપનું સંગઠન દિનુમામાં સાથે પ્રચારમાં જોડાતા આજે જીલ્લા ભાજપે ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના હોદ્દેદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

પાદરામાં સેના વિના યુદ્ધ લડવા નીકળેલા સેનાપતિ ચૈતન્યસિંહ ઝાલાની હાલત બાવાના બેઉ બગડ્યા જેવી થઈ છે. એક તરફ નગરની બહાર તેઓને સમર્થન મળતું નથી ત્યાં તો ભાજપના આંતરિક ડખામાં સંગઠન અને ચૂંટાયેલા સભ્યો પૂર્વ ધારાસભ્ય અને અપક્ષ ઉમેદવારી કરતા દિનુમામાંની તરફેણમાં પ્રચાર કરી રહ્યા છે.

Advertisement

આજે જીલ્લા ભાજપના કાર્યકારી અધ્યક્ષ બી.જે બ્રહ્મભટ્ટે પાદરા ભાજપના સંગઠનના હોદ્દેદારો અને નગર તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સહિત 48 જેટલા અગ્રણીઓ ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનું ફરમાન કરવામાં આવ્યું છે.
પાદરામાં પહેલે થી જ ભાજપના ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલાને કાર્યકરો મળતા ન હતા. જ્યારે જીલ્લા ભાજપે સાસ્પેન્સન નો કોરડો વીંઝતા એ વાત પુરવાર થઇ ગઇ છે કે પાદરામાં ભાજપે ઉમેદવારની પસંદગીમાં ભૂલ કરી છે. 200 ઉપરાંત અપેક્ષિતના સેન્સ લીધા બાદ પણ પસંદગીના ઉમેદવાર નહીં આપતા કાર્યકરોમાં પણ અસંતોષ ઉભરીને આવ્યો છે.

જોકે 48 હોદ્દેદારોને સસ્પેન્ડ કરી ભાજપે પોતાના પગે જ કુલ્હાડી મારીને અપક્ષ ઉમેદવાર દીનુમામાની લોકપ્રિયતા સાબિત કરી છે.

Advertisement
Continue Reading
Advertisement

Trending