Connect with us

VADODARA CITY

રામનવમીની શોભાયાત્રા દરમિયાન પોર ગામે ધીંગાણું : એક પોલીસ જવાન ઈજાગ્રસ્ત

Published

on

  • શોભાયાત્રા સમયે રસ્તા પર વાહન મુકવા બાબતે યુવકને ઢોર માર માર્યો,વાહન ની તોડફોડ કરી
  • પોર ગામના સરપંચ સહીત બંને પક્ષે ચાર આરોપીઓ સામે ગુન્હો નોંધાયો
  • મારામારી દરમિયાન એક પોલીસ જવાન પણ ઈજાગ્રસ્ત થયો

વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના પોર ગામે ગત સાંજે રામનવમી ની શોભાયાત્રા દરમિયાન વાહન મુકવા બાબતે બોલાચાલી બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે ટોળા સામસામે આવી ગયા હતા. જેમાં એક પોલીસ જવાન સહીત અન્ય લોકોને ઈજા પહોચી હતી. જેમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ હતી. જયારે સીટી રાઈડ ચાલક ને માર મારવાના કિસ્સામાં આરોપી તરીકે પોર ગામના સરપંચની ભૂમિકા સામે આવતા  પોલીસ મથકે રાજકીય માથાઓની ચહલપહલ વધી ગઈ હતી.

વડોદરા તાલુકાના કજાપુરા ગામે રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા 24 વર્ષીય જીતેન્દ્રભાઈ મંગળભાઈ ઠાકોરે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,સાંજના સાડા નવ વાગે પોર બસ સ્ટેન્ડ પાસે પોતાની સીટી રાઈડ  લઈને ઉભો હતો .ત્યારે પોર ગામના સરપંચ જગદીશ પટેલે આવી ને કહ્યું કે અહ્યા ભીડ કેમ છે ? ગાદી કેમ ઉભી રાખી તેમ કહીને બોલાચાલી શરુ કરી હતી. જે બાદ મામલો ઉગ્ર બનતા ગાળાગાળી શરુ થઇ ગઈ હતી. અને ત્યાર બાદ મારામારી શરુ થતા જગદીશ પટેલ સરપંચ સાથે આવેલા ચંદ્રકાંત જશભાઈ પટેલ,મનોજ સોમાભાઈ પંચાલ અને દિનેશ જાદવે  ફરિયાદી જીતેન્દ્ર ઠાકોર પર લાકડી તેમજ ગડદા પાટુંનો માર મારી હુમલો કરી કાનના ભાગે અને માથાના ભાગે ઈજા પહોચાડી હતી.

ઝઘડા દરમિયાન એક પોલીસ જવાન વચ્ચે છોડાવવા પડતા હુમલાખોર પૈકી એક દિનેશ જાદવે પોલીસ જવાનને માથાના ભાગે લાકડી મારીને ઈજા પહોચાડી હતી. જયારે  જગદીશ સરપંચ તેમજ ચંદ્રકાંત પટેલે લાકડી વડે સ્થળ પર ઉભેલી એક મોટર સાયકલ અને ઇક્કો ગાડીની તોડફોડ કરી હતી.

Advertisement

જયારે બીજી તરફ પોર ગામના પ્રશાંતભાઈ પટેલે આપેલી ફરિયાદ પ્રમાણે ગત સાંજે પોર ગામે રામનવમી નિમિતે શોભાયાત્રા યોજવામાં આવેલી તે સમયે બસ સ્ટેન્ડ પાસે સીટી રાઈડ મીની બસ ઉભી હતી અને આસપાસ લોકો ભેગા થયેલા હતા. એને બસ ખેસેડવાનું કહેતા સામે બોલાચાલી કરી હતી. સીટી બસ ચાલક જીતેન્દ્ર ઠાકોરે ગાળાગાળી કરી બસ અહિયાથી નહિ ખસે તેમ જણાવતા પોર ગામના સરપંચ જગદીશભાઈ અને અન્ય સ્થાનિકો સમજાવવા ગયા હતા. જયારે તેઓનું પણ નહિ સાંભળતા બસ પાછી વાળવા જતા શોભાયાત્રાની ક્રેનને બસ અડી ગઈ હતી. જેથી બસ ચાલકે ઉશ્કેરાઈ જઈને પોતાના સાગરીતો હાર્દિક ઠાકોર,રોનક ઠાકોર અને મિતેશ ઠાકોર ને બોલાવ્યા હતા. અને લાકડી વડે હુમલો કરી દીધો હતો. સરપંચ જગદીશ પટેલને લાકડી મારવા જતા ફરિયાદી પ્રશાંત પટેલે હાથ વચ્ચે લાવતા હાથમાં ઈજા પહોચી હતી.

પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી અને આરોપીઓ ની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર ધીંગાણામાં  મામલો શાંત કરવા ગયેલા એક પોલીસ જવાનને પણ માથાના ભાગે લાકડી વાગતા ઈજા પહોચી હતી. જોકે આ અંગે વરણામા પોલીસે કોઈ અલગથી ફરિયાદ નોંધી નથી.   

Advertisement

VADODARA CITY

બહુચરાજી રોડ પર પડ્યો ભુવો: પાલીકા પાસે સમારકામનો સમય નથી

Published

on

વડોદરા શહેર ના કારેલીબાગ માં આવેલ ૐ શાંતિ ભવન, બહુચરાજી નગર પાસે વધુ એક પડ્યો છે પરંતુ કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી.


વડોદરા શહેરમાં થતા વિકાસના કામોમાં પાણી ડ્રેનેજની લાઈનો નાખ્યા બાદ યોગ્ય રીતે માટીપુરાણ નહીં થતાં અવારનવાર ભુવા પડદા હોવાની ફરિયાદો વધી છે ખાસ કરીને ભૂવા ચોમાસા દરમિયાન પડદા હોય છે પરંતુ કારેલીબાગ વિસ્તારમાં ઉનાળામાં ભૂવા પડતાં લોકોમાં અચરજ ફેલાયું છે.

Advertisement


વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ લાઈન કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીની પડવાને કારણે પોલ ખુલ્લી પડતી હોય છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરતું નથી જેથી લોકોને હેરાનગતિ થતી હોય છે.


અંગે શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે કોર્પોરેશનના તંત્રનોની આકરી ટીકા કરી ભૂવો પુરાણ કરાવવાની માંગણી કરી છે સાથે સાથે તેમણે આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના ઇજનેરો અને ઇજારદારોની મીલીભગત ને કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે.

Advertisement
Continue Reading

Trending