Connect with us

VADODARA CITY

પાણી માંગતા વેમાલીના રહીશોને નેતાઓ પાસેથી વાયદા સિવાય કંઈજ મળ્યું નહિ!

Published

on

  • 2019 માં ધારાસભ્યએ વાયદો કર્યો હતો કે બે મહિનામાં પાણી મળશે
  • ત્રણ મહિના પહેલા પાણીની લાઈનનું ખાતમુહૂર્ત થયું પણ સ્થિતિ ઠેર ની ઠેર
  • પાલિકાએ પાણી વેરો ફટકાર્યો પણ પાલિકા પાણી આપવામાં અશક્ષમ!
  • વેમાલી ગામનો પાલિકામાં સમાવેશ થયો ત્યારથી હાલત બત્તર
  • અંબે રેસીડેન્સીના રહીશો આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરશે

વડોદરા શહેર ના ફરતે આવેલા સાત ગ્રામ પંચાયતોને શહેરમાં વિલીનીકરણ કર્યા બાદ પણ હજી અહીંયા પ્રાથમિક સુવિધાઓ મળી નથી વેમાલી વિસ્તારની કેટલીક સોસાયટી માં આજે પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે. વેમાલી ગામે આવેલી અંબે રેસીડેન્સીમાં રહીશો પાણી વેરો તો ભરે છે. પણ પાણી આવતું નથી.

અહીંયા વાઘોડિયા મત વિસ્તાર લાગે છે પરંતુ ચૂંટણી સિવાય અહીંયા કોઈ નેતા દેખાતા નથી તેવો આક્ષેપ રહીશો એ કર્યો હતો. જીવનજરૂરી પાણી માટે વલખા મારતા રહીશો રોજિંદા ટેન્કર મારફતે પાણી મંગાવવા માટે મજબૂર બન્યા છે.

રોજ 15 થી 17 ટેન્કર પાણી મંગાવવું પડે છે જેના કારણે ત્રણ લાખ સુધીનો આર્થિક બોજો સોસાયટી પર પડી રહ્યો છે. પાલિકાએ સુવિધા આપ્યા વિના વેરા ફટકારી દીધા પણ હવે પાણી આપવાની વાત આવી તો કોઈ રાજકારણી આ રહીશોની સમસ્યા સંભાળવા માટે તૈયાર નથી.

Advertisement

ધારાસભ્ય, કાઉન્સિલર અને સાંસદ સુધી રજૂઆત કરી હોવા છતાંય પાણી નહિ મળતા જો આગામી દિવસોમાં સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો ચૂંટણીના બહિષ્કારની ચીમકી અંબે રેસીડેન્સીના રહીશોએ ઉચ્ચારી છે.

VADODARA CITY

બહુચરાજી રોડ પર પડ્યો ભુવો: પાલીકા પાસે સમારકામનો સમય નથી

Published

on

વડોદરા શહેર ના કારેલીબાગ માં આવેલ ૐ શાંતિ ભવન, બહુચરાજી નગર પાસે વધુ એક પડ્યો છે પરંતુ કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી.


વડોદરા શહેરમાં થતા વિકાસના કામોમાં પાણી ડ્રેનેજની લાઈનો નાખ્યા બાદ યોગ્ય રીતે માટીપુરાણ નહીં થતાં અવારનવાર ભુવા પડદા હોવાની ફરિયાદો વધી છે ખાસ કરીને ભૂવા ચોમાસા દરમિયાન પડદા હોય છે પરંતુ કારેલીબાગ વિસ્તારમાં ઉનાળામાં ભૂવા પડતાં લોકોમાં અચરજ ફેલાયું છે.

Advertisement


વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ લાઈન કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીની પડવાને કારણે પોલ ખુલ્લી પડતી હોય છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરતું નથી જેથી લોકોને હેરાનગતિ થતી હોય છે.


અંગે શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે કોર્પોરેશનના તંત્રનોની આકરી ટીકા કરી ભૂવો પુરાણ કરાવવાની માંગણી કરી છે સાથે સાથે તેમણે આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના ઇજનેરો અને ઇજારદારોની મીલીભગત ને કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે.

Advertisement
Continue Reading

Trending