VADODARA CITY
વાસણા રોડના દંપતિનું પ્રેરણાદાયી અભિયાન, પોતાના બાળકોને Santa Claus બનાવી જરુરતમંદ બાળકોને કપડાં-રમકડાં અપાવ્યાં

ન્યુઝ ડેસ્ક – ક્રિસમસના પવિત્ર પર્વે Santa Claus બાળકોને કપડાં અને રમકડાં જેવી ગિફ્ટ આપતા હોય છે. Santa Claus તો અત્યારે હયાત નથી પણ તેમના વેશમાં બાળકોને ગિફ્ટ આપવાની પ્રથા ઘણા સેવાભાવી લોકો અનુસરે છે. વડોદરાના વાસણા રોડ પર રહેતા એક દંપતિએ આ વર્ષે Santa Claus બનીને ગરીબ અને જરુરતમંદ લોકોને નવા કપડાં અને રમકડાની ભેંટ આપવાનો નિર્ણય કર્યો છે.
અલબત્ત, તેમણે એક આખો ઓરડો ભરાય એટલી બધી ગિફ્ટ કલેક્ટ પણ કરી લીધી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, વાસણા રોડ પર આવેલા શિશુ હોસ્પિટલના ડો. રાકેશ આમરોલીવાલા અને તેમની પત્ની બિજલ આમરોલીવાલાએ ક્રિસમસના પર્વે પોતાના બાળકોને Santa Claus બનાવીને તેમના હાથે ગરીબ બાળકોને ગિફ્ટ અપાવવાનો નિર્ણય લીધો હતો.
બિજલ આમરોલીવાલા કહે છે કે, મારા બાળકોમાં સેવાનો ભાવ ઉમેરવા માટે મેં આ વર્ષે Santa Clausની જેમ મારા બાળકોના હાથે ગરીબ છોકરાઓને ગિફ્ટ અપાવવાનો નિર્ધાર કર્યો હતો. જ્યારે મેં આ વાત મારા બાળકોને કરી ત્યારે તેમણે પોતાના પોકેટ મનીમાંથી બચાવેલા પૈસા એટલે કે, પિગ્ગીબેંકમાં બચતના પૈસા કાઢીને તેની ગિફ્ટ ખરીદી હતી. આ ગિફ્ટને પેપરમાં પેક કરીને તેને ગરીબ બાળકોને આપવાની તૈયારી દર્શાવી હતી.
તેમના આ પ્રકારના સેવાભાવ અંગે મેં મારા પતિ ડો. રાકેશ આમરોલીવાલાને જાણ કરી હતી. તેઓ પિડિયાટ્રિશિયન છે અને તેમના હોસ્પિટલમાં અનેક બાળકો સારવાર લેવા આવે છે. તમામ બાળકોના વાલીઓના નંબરોન ડેટા બેંક પણ અમારી પાસે છે. તેમણે મને સજેસ્ટ કર્યું હતુ કે, જો આપણા બાળકો આટલો સેવાભાવ દાખવી શકતા હોય તો આપણે સેવાની આ ઝૂંબેશમાં મારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા બાળકોને પણ જોડવા જોઈએ.
મને તેમનો આ આઈડિયા ખૂબ ગમ્યો અને મેં હોસ્પિટલના પેશન્ટોના ડેટાબેંકનો ઉપયોગ કરીને તમામને ક્રિસમસના તહેવારમાં Santa Claus બનવાનું આહવાન કર્યું. નવાઈની વાત તો એ છે કે, ગણતરીના દિવસોમાં ઘણા પેશન્ટોના વાલીઓનો અમને ફોન આવ્યો અને તેઓ અમારા આ સેવાકાર્યમાં સહભાગી થવા તૈયાર થઈ ગયા.
જોતજોતામાં અમારી પાસે ગરીબ બાળકો માટે કપડાં અને રમકડાંનો ઢગલો વળી ગયો. હવે, અમારી સમક્ષ પડકાર એ હતો કે, આટલા બધા ગરીબ બાળકોને શોધીને તેમને ક્રિસમસના તહેવારમાં ગિફ્ટ પહોંચાડવી કેવી રીતે ? અંતે અમે અમારા આ કાર્યમાં બાળકો માટે કામ કરતી સામાજિક સંસ્થાઓને જોડવાનો નિર્ણય લીધો. અમે, સ્નેહ સંસ્થા અને સ્પંદન સ્કૂલમાં વાત કરી. બંને સંસ્થાના સંચાલકોને અમે કહ્યુ કે, અમારે ક્રિસમસના તહેવારે બાળકો દ્વારા ડોનેટ કરાયેલી ગિફ્ટ ગરીબ બાળકોને આપવી છે. અમારો પ્રસ્તાવ સાંભળીને તેઓ રાજી થઈ ગયા.
આવતીકાલે અમે બાળકો દ્વારા આપવામાં આવેલી ગિફ્ટ બંને સંસ્થાને આપીશું અને અમારા બાળકોને સાચા અર્થમાં Santa Claus બનાવીશું.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે