VADODARA CITY
વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટીમાં સાંસદની ગ્રાન્ટ માંથી નવીન RCC રોડનું ખાતમુહૂર્ત થયું
- વર્ષોથી વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા હતી,જેનો નિકાલ RCC રોડ બનવાથી આવી જશે
- ખાતમુહૂર્ત સમયે વધુ બે કામ માટે રજુઆત મળતા સાંસદે 11 લાખ ફાળવી આપવાની બાંહેધરી આપી
- આ પ્રસંગે ડભોઇ ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત વિસ્તારના નગરસેવકો ખાસ ઉપસ્થિત રહ્યા
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી વૈકુંઠ સોસાયટીમાં પાણી ભરાઈ જવાની સમસ્યા લાંબા સમયથી સતાવી રહી છે. જયારે આ સમસ્યાના નિકાલ માટે આજે સાંસદ દ્વારા 20 લાખના ખર્ચે નવા RCC રોડ ના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે સાથે સ્થળ પર અન્ય સમસ્યાઓ ધ્યાને આવતા RCC રોડ અને વરસાદી કાંસના મળી વધુ 11 લાખ રૂપિયા ફાળવી આપવાની ખાતરી સાંસદ દ્વારા આપવામાં આવી હતી.
વહીવટી વોર્ડ 15માં આવતા વૈકુઠ સોસાયટી વિસ્તારમાં લાંબા સમયથી વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હતી. હાઈવે તરફથી પણ પાણી સોસાયટીમાં પ્રવેશતું હતું. જેના કારણે રસ્તો નદીમાં ફેરવાઈ જતો હતો. આ સમસ્યાને ગંભીરતાથી લઇને પૂર્વ કાઉન્સીલર અને ડભોઇ ધારાસભ્ય શૈલેશ મહેતાએ સાંસદનું ધ્યાન દોર્યું હતું જે બાદ વિસ્તારના નગરસેવક આશિષ જોશી,રણછોડભાઈ રાઠવા પારૂલબેન તેમજ પુનમબેન શાહના પ્રયત્નો થી આજે અહી નવા RCC રોડના કામનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું. અંદાજે 20 લાખના ખર્ચે અહી RCC રોડની કામગીરી કરવામાં આવશે.
જયારે સ્થાનિક રહીશોએ એ વરસાદી કાંસ અને અન્ય ખૂટતા RCC રોડની માંગ કરતા અન્ય 11 લાખ રૂપિયા ફાળવી આપવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેશ મહેતા વોર્ડ 15 ના નગરસેવકો, ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે