VADODARA CITY
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓના આંદોલનનો આજે ત્રીજો દિવસ

કર્મચારીઓનો રામધૂન યોજી માંગણી ન સંતોષાય ત્યાં સુધી લડતનો નિર્ધાર
છેલ્લા 30 વર્ષથી કાયમી થવાની માંગ મુદ્દે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના 570 કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે. તેમની માંગણી ન સંતોષાતા તેઓએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. આજે ત્રીજા દિવસે કર્મચારીઓએ રામધુન યોજી નજર અંદાજ કરતા અધિકારીઓ પદાધિકારીઓને સદબુદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મુખ્યાલય મધ્યવર્તી શાળા ખાતે ચોથા વર્ગના કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચલાવી રહ્યા છે. આજે તેમના આંદોલનનો ત્રીજો દિવસ છે. બે દિવસ દરમિયાન તેમણે તંત્રની આંખો ખોલવા માટે પોતાના હકો ભીખ સ્વરૂપે માંગ્યા હતા.
ત્યારબાદ આજે રામધૂન બોલાવી આંદોલનમાં પ્રાણ ફૂંકયો હતો. કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીઓ પદાધિકારીઓ આંદોલનનો નિવેડો લાવવા કોણીએ ગોળ લગાવી રહ્યા છે. કોર્પોરેશને કાયમી અંગેનો નિર્ણય શિક્ષણ સમિતિ ઉપર ઢોળ્યો છે.
તો બીજી તરફ શિક્ષણ સમિતિ કોર્પોરેશનની સહમતી વગર આગળ વધવા તૈયાર નથી. આમ બાય બાય ચારણીના કારણે ત્રસ્ત બનેલા કર્મચારીઓ આંદોલનને વળગી રહ્યા છે. વર્ષોથી લડત ચલાવતા કર્મચારીઓની સમર્થનમાં અગાઉ કોઈ માથું મારતું ન હતું. પરંતુ હવે કર્મચારીઓ લડતના મૂળમાં આવતા રાજકીય લોકો પણ રોટલો શેકવાનો પ્રયાસ કરતા નજરે ચડે છે.
VADODARA CITY
બહુચરાજી રોડ પર પડ્યો ભુવો: પાલીકા પાસે સમારકામનો સમય નથી

વડોદરા શહેર ના કારેલીબાગ માં આવેલ ૐ શાંતિ ભવન, બહુચરાજી નગર પાસે વધુ એક પડ્યો છે પરંતુ કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી.
વડોદરા શહેરમાં થતા વિકાસના કામોમાં પાણી ડ્રેનેજની લાઈનો નાખ્યા બાદ યોગ્ય રીતે માટીપુરાણ નહીં થતાં અવારનવાર ભુવા પડદા હોવાની ફરિયાદો વધી છે ખાસ કરીને ભૂવા ચોમાસા દરમિયાન પડદા હોય છે પરંતુ કારેલીબાગ વિસ્તારમાં ઉનાળામાં ભૂવા પડતાં લોકોમાં અચરજ ફેલાયું છે.
વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ લાઈન કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીની પડવાને કારણે પોલ ખુલ્લી પડતી હોય છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરતું નથી જેથી લોકોને હેરાનગતિ થતી હોય છે.
અંગે શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે કોર્પોરેશનના તંત્રનોની આકરી ટીકા કરી ભૂવો પુરાણ કરાવવાની માંગણી કરી છે સાથે સાથે તેમણે આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના ઇજનેરો અને ઇજારદારોની મીલીભગત ને કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે.
-
VADODARA CITY7 days ago
હિન્દુત્વના નામે મત મેળવી સત્તા પર આવેલા તુઘલખી શાસકોએ રાતના અંધારામાં હિન્દૂ મંદિરો તોડ્યા,કોંગ્રેસ આક્રમક મૂડમાં
-
VADODARA CITY7 days ago
પાલિકાની વોર્ડ 12ની ઓફિસના પહેલા માળે આગ લાગતા અગત્યના દસ્તાવેજો બળીને ખાખ
-
VADODARA CITY7 days ago
એન્થોની ને ભગાડવામાં શામેલ જપ્તા ડ્રાઇવરે મુકેલી આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી
-
VADODARA CITY7 days ago
Thrill Blazers from Vadodara shine in Gujarat Tourism Awards 2021-22
-
VADODARA CITY6 days ago
PSI અરુણ મિશ્રા બન્યા ગુજરાત પોલીસ દળના ફિટેસ્ટ કોપ: રાજ્ય પોલીસ વડાએ કર્યું સન્માન
-
VADODARA CITY6 days ago
Corporate Football tournament to raise funds for cleaning the pond at Bhayli
-
VADODARA CITY6 days ago
Vadodara to host “Northeast National Festival of Drama – 2022” from 16 to 20
-
VADODARA CITY4 days ago
શુદ્ધ પાણી પુરતા પ્રેશરથી આપવા જળાશયો ખાતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પહોંચ્યા