Connect with us

VADODARA CITY

આજે ફરી પોલીસની બેદરકારી અને ભારદારી વાહને આશાસ્પદ યુવકનો જીવ લીધો

Published

on

  • કોના આશિર્વાદથી બેરોકટોક ભારદારી વાહનોને જાહેરનામાંનો છડેચોક ભંગ કરે છે?
  • આકસ્મતના એક કલાક બાદ પણ અહી ભારદારી વાહનોની હારમાળા
  • કેમેરા સામે જ એક ડમ્પરે કાર ચાલકને અડફેટે લીધો છતાંય પોલીસે તમાશો જોયો!
  • પોલીસકર્મીનો જીવ જાય તો આખા વડોદરાના ભારદારીવાહનો ડિટેઈન થાય,પણ સામાન્ય નાગરીક માટે કોઈ સંવેદના નહિ!

શહેરના મકરપુરા વિસ્તારમાં જ્યુપીટર ચાર રસ્તા પાસે આજે સાંજના સુમારે GIDC માં નોકરી જતા એક યુવાન ને ઇંટો ભરેલી ટ્રકે અડફેટે લેતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ઘટના બાદ ટ્રક ચાલક સ્થળ છોડી પલાયન થઈ ગયો હતો. જ્યારે યુવકના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો.

શહેરના વિવિધ વિસ્તારોમાં દિવસ દરમિયાન ભારદારી વાહનની પ્રવેશબંધી હોવા છતાંય પોલીસ વિભાગના જાહેરનામા નો છડેચોક ભંગ થાય છે. માતેલા સાંઢ ની જેમ ભારદારી વાહનો ટ્રાફીકમાં હંકારતા ચાલકો અનેક વાર વાહનોને અડફેટે લેતા હોય છે. આજે આવી જ રીતે જ્યુપીટર ચાર રસ્તા પાસે એક ટ્રક ચાલકે આશાસ્પદ યુવકનો જીવ લીધો હતો. નોકરી પર જતા સમયે પૂરપાટ ઝડપે આવતી ટ્રકે જય સુથાર નામના યુવકને અડફેટે લેતાં તેની મોટર સાયકલનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. યુવકને અડફેટે લઈને ટ્રક ચાલક પાછળ શું થયું એ જોવા પણ ઉભો રહ્યો ન હતો.અને સ્થળ છોડીને પલાયન થઈ ગયો હતો.

ઘટનાની જાણ માંજલપુર પોલીસને થતાં પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વની વાત એ છે કે ભારદારી વાહનો ને શહેરમાં નિયત સમય દરમિયાન પ્રવેશબંધી નો અમલ સ્થાનિક પોલીસ કરાવે છે કે કેમ? થોડા સમય પહેલા રણોલી ચોકડી પાસે એક ટ્રક ચાલકે રોંગ સાઇડ પર આવીને પોલીસ જવાન ને કચડી નાખતા વડોદરા શહેર પોલીસના તમામ પોલીસ મથકો એ અસંખ્ય ભારદારી વાહનોને રાતોરાત ડિટેઇન કરી દીધા હતા. પોલીસ જવાન નો જીવ જતા જે પ્રકારે પોલીસે કાર્યવાહી કરી હતી એવી કાર્યવાહી એક સામાન્ય નાગરિકના જીવ ગયા બાદ કેમ થતી નથી?

Advertisement

શું સમાન્ય નાગરિકની આગળ “સામાન્ય” શબ્દ લાગે એટલે એના જીવ ની કિંમત પણ “સમાન્ય” છે? પોલીસની કાર્યવાહી ના બેવડા વલણને કારણે આજે ભારદારી વાહનો બેફામ થયા છે. મોટા ભાગે ભારદારી વાહનોને બિલ્ડરો અને રાજકીય તત્વોની છત્રછાયા મળતી હોય છે જેને કારણે પોલીસ પણ બેરોકટોક આવા વાહનોને શહેરમાં ગમે તે સમયે પ્રવેશવાની છૂટ આપે છે?

છેલ્લા એક સપ્તાહમાં આવી બે ઘટના નોંધાવા પામી છે. એક સપ્તાહ પહેલા શહેરના તરસાલી બ્રિજ નીચે પણ એક રાહદારી નો જીવ ડમ્પરની અડફેટે ગયો હતો. જ્યારે ફરી એક વાર મકરપુરા જ્યુપીટર ચાર રસ્તા પાસે એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો છે. આ યુવકની મોત માટે જવાબદાર કોણ? ભારદારી વાહનો કે પછી આખો બંધ કરીને બેઠેલું પોલીસ તંત્ર?

Advertisement

VADODARA CITY

બહુચરાજી રોડ પર પડ્યો ભુવો: પાલીકા પાસે સમારકામનો સમય નથી

Published

on

વડોદરા શહેર ના કારેલીબાગ માં આવેલ ૐ શાંતિ ભવન, બહુચરાજી નગર પાસે વધુ એક પડ્યો છે પરંતુ કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી.


વડોદરા શહેરમાં થતા વિકાસના કામોમાં પાણી ડ્રેનેજની લાઈનો નાખ્યા બાદ યોગ્ય રીતે માટીપુરાણ નહીં થતાં અવારનવાર ભુવા પડદા હોવાની ફરિયાદો વધી છે ખાસ કરીને ભૂવા ચોમાસા દરમિયાન પડદા હોય છે પરંતુ કારેલીબાગ વિસ્તારમાં ઉનાળામાં ભૂવા પડતાં લોકોમાં અચરજ ફેલાયું છે.

Advertisement


વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ લાઈન કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીની પડવાને કારણે પોલ ખુલ્લી પડતી હોય છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરતું નથી જેથી લોકોને હેરાનગતિ થતી હોય છે.


અંગે શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે કોર્પોરેશનના તંત્રનોની આકરી ટીકા કરી ભૂવો પુરાણ કરાવવાની માંગણી કરી છે સાથે સાથે તેમણે આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના ઇજનેરો અને ઇજારદારોની મીલીભગત ને કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે.

Advertisement
Continue Reading

Trending