VADODARA CITY
સર્પોની ક્રિડા- વડોદરા નજીક સિંધરોટ ગામ પાસે ઝાડીઓમાં પ્રણય ક્રિડા કરતા ત્રણ સર્પો મોબાઇલમાં ક્લિક થઇ ગયા

ચોમાસામાં વરસાદના પાણીથી બચવા સર્પો દરોમાંથી બહાર નીકળે છે
વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસતા સમગ્ર મધ્ય ગુજરાતમાં કુદરત સોળે કળાએ ખીલી છે. સોસાયટીના બગીચાઓથી લઇ ખેતરોએ લીલી ચાદર ઓઢી લીધી છે. ત્યારે આખું વર્ષ દરોમાં છૂપાઇ રહેતા ઝેરી- બીન ઝેરી સર્પો ચોમાસામાં પ્રથમ વરસાદ વરસતાની સાથેજ બહાર નીકળી રહ્યા છે. સામાન્ય રીતે બે સર્પો પ્રણય ક્રિડા કરતા સર્પોના અનેક વિડીયો વાયરલ થયા છે. અને લોકોએ પ્રત્યક્ષ પણ જોયા હશે. પરંતુ, વડોદરા નજીક સિંધરોટ ગામ પાસે રોડ નજીકની જગ્યામાં ત્રણ સર્પો પ્રણય ક્રિડા કરતા મોબાઇલ ફોનમાં ક્લિક થઇ ગયા છે. ત્રણ સર્પો ક્રિડા કરતા હોવાની જવલ્લેજ જોવા મળતી આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે કૂતુહલ સર્જ્યુ હતું.
સર્પોના સંવનનો સમય જાન્યીઆરીથી ડિસેમ્બર સુધીનો હોય છે
પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાના રાજ ભાવસારે ચોસામાં ક્રિડા કરતા જોવા મળતા સર્પો અંગે જણાવ્યું હતું કે, ચોમાસામાં પડતા વરસાદને વરસાદથી બચવા સર્પોમાંથી દરોમાંથી નીકળી કોરી જગ્યામાં પહોંચી જાય છે. જ્યારે ઉનાળાની ઋતુમાં અસહ્ય ગરમીથી બચવા માટે ઠંડા વિસ્તારમાં આવી પહોંચી છે. તેમનો સંવનન કાળ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનો રહેતો હોય છે. જવ્વલેજ નર-માદા સર્પો ભેગા થઇ જાય ત્યારે ક્રિડા કરતા જોવા મળી જતા હોય છે.
સર્પોની પ્રણય ક્રિડા જોવા માટે લોકો ઉમટી પડ્યા
વડોદરા નજીક સિંધરોટ ગામ પાસે એક વ્યક્તિની નજર ક્રિડા કરી રહેલા ત્રણ સર્પો ઉપર પડતા તેને પોતાના મોબાઇલ ઉપર ક્રિડા કરી રહેલા સર્પોનો વિડીયો ઉતારી લીધો હતો. બીજી બાજુ ક્રિડા કરી રહેલા સર્પો અંગેની વાત ફેલાતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. ક્રિડા કરી રહેલા સર્પો એટલા મગ્ન હતા કે, ક્રિડાની કરી રહેલા સર્પોની જગ્યા પાસેથી વાહનો હોર્ન મારતા પસાર થઇ રહ્યા હોવા છતા, સર્પો ક્રિડા કરી રહ્યા હતા. ક્રિડા કરી રહેલા સર્પો સિંધરોટ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા હતા.
VADODARA CITY
હર ઘર તિરંગા: સામાજીક અગ્રણી ભારતીબેન ભાણવડિયાએ રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યુ

દેશ ભરમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનું આહવાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. જેને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પણ ઠેર ઠેર ઉજવણી માટે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સાથે સાથે સામાજીક સંસ્થાઓ અને અગ્રણીઓ પણ આ અભિયાનને સફળ કરવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે આજે શહેર જીલ્લાના સામાજીક સેવાભાવી અગ્રણી ભારતીબેન ભાણવાડિયા દ્વારા શહેર જીલ્લાના વિવિધ વિસ્તારોમાં 100 થી વધુ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.