Connect with us

VADODARA CITY

આ તમાચો કોઈ પોલીસકર્મીને નથી પડ્યો, નિષ્ફળ સિસ્ટમને પડ્યો છે!

Published

on

  • રાત દિવસ ફરજ બજાવતો પોલીસ કર્મી કોઈ રાજકીય તત્વો ના લાફા ખાવા નોકરી નથી કરતો.
  • પોલીસકર્મીને લાફો મારનાર શખ્સને પકડીને લઇ જવાય છે,પણ રાજકીય દબાણથી 10 મિનિટમાં છૂટી જાય છે

દેશ કે ગદ્દારો કો ગોલી મારો સાલો કો… આવા સૂત્રોચ્ચાર આજે બપોરે શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં થતાં હતાં,વિવાદ હતો ચિત્ર નો અને વિકૃતિ ને પડકારવા વિચિત્રો ભેગા થયા હતા. વિચિત્ર શબ્દ જ શોભે તેમ છે કેમ કે જ્યાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ના નામ સાથે સૂત્રોચ્ચાર થતાં હોય ત્યાં કેટલાક વિચિત્રો પોતાનું ભાન ભૂલ્યા હતા.

સ્ટાફ રૂમની બહાર ફાઇન આર્ટસ ના વિદ્યાર્થીઓ ને પડકારવા ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP સહિત હિન્દુ ધર્મના રક્ષકો આવી પહોંચ્યા હતા. અને ત્યાં ને ત્યાં જ ફેંસલો લાવવાના મૂડમાં આવી ગયા હતા.

સ્ટાફ રૂમ માંથી ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો બહાર કેમ ન નીકળે? એવી જીદે ધક્કામુક્કી મચાવી હતી. આ “વિચિત્રો” કાયદો અને વ્યવસ્થા સાચવવા આવેલી પોલીસને પણ ધક્કે ચઢાવતા હતા.એવા માં સયાજીગંજ PI આર.જી જાડેજા ના આદેશથી સ્ટાફ રૂમના દરવાજા પાસે પ્રવેશતા તત્વોને ખસેડી લેવા ના પ્રયત્નો શરૂ કર્યા.

Advertisement

જ્યાં પોલીસની કાર્યવાહી શરૂ થઈ ત્યાં તો આ ઠેકેદારો એ પોલીસનો ટપલીદાવ કર્યો,ખુદ PI ને ધક્કે ચઢાવ્યા, અને સ્ટાફ રૂમ નો રસ્તો ખુલ્લો કરતા પોલીસ જવાનને એક વિચિત્ર એ ઉપરાછાપરી બે લાફા ઝીંકી દીધા.( અહી આ વિચિત્ર કોઈ હિન્દુવાદી સંગઠનનો હોદ્દેદાર હોવાનું માલુમ પડ્યું છે)

પોલીસકર્મીને લાફા પડતાની સાથે અન્યો ની પણ હિંમત ખુલી અને કોઈ કોણી મારી તો કોઈએ ટપલી દાવ લીધો,આટ આટલી બેશર્મી વટાવી લીધા બાદ પોલીસ જવાનો એક્શન માં આવીને આ હિંદુવાદી નેતાને પકડીને ફટકારવા માંડ્યા ત્યારે અન્ય સાથીઓ એ પોલીસ કર્મીઓ સાથે જ ખેંચતાણ કરી અને ફરી એક વાર ધક્કે ચઢાવ્યા.

Advertisement

પોલીસ પર હુમલો કરનાર આ હિન્દુવાદી સંગઠનના નેતા ને પોલીસ મથક લઇ જવાયો જ્યાં તેના વિસ્તારનો એક શાસક પક્ષનો નગરસેવક આવી પહોંચ્યો અને ગણતરીની મિનિટોમાં તેને છોડાવી ગયો.ફરજ પર હાજર પોલીસ જવાન પર હુમલો,ફરજમાં અવરોધ નાખવો,મારામારી સહિતની બિન જામીનપાત્ર IPC કલમોનો હકદાર 10 મિનિટમાં જો આઝાદ થઈ જાય તો પોલીસ કર્મીના સ્વાભિમાન નું શું?

શું આવી રીતે પોલીસનું મનોબળ વધશે?,એક કહેવત છે કે પોલીસ હંમેશા પોલીસનું ખેંચે..જો ખરેખર આવું હોત તો આજે PI ની હાજરીમાં પોલીસ પર હુમલો કરનાર કહેવતો હિન્દુવાદી નેતા આજે 10 મિનિટમાં છૂટી ન જાય..!

Advertisement

(અહી ફકત પોલીસ જવાનોની લાગણી વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે,આ ઘટનાને ફાઇન આર્ટસ ફેકલ્ટીના આજના ચિત્રોના વિવાદ સાથે જોડવી નહિ, જાહેરજીવનમાં આવીને કોઈ હોદ્દાને શોભાવવા સાથે કેટલીક નૈતિક જવાબદારીઓ પણ સ્વીકારવી પડે, આપણા રક્ષકોનુંસન્માન કરતા નહિ શીખીએ તો આપણા બાળકોને શું શિખવાડીશું?)

Advertisement

VADODARA CITY

બહુચરાજી રોડ પર પડ્યો ભુવો: પાલીકા પાસે સમારકામનો સમય નથી

Published

on

વડોદરા શહેર ના કારેલીબાગ માં આવેલ ૐ શાંતિ ભવન, બહુચરાજી નગર પાસે વધુ એક પડ્યો છે પરંતુ કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી.


વડોદરા શહેરમાં થતા વિકાસના કામોમાં પાણી ડ્રેનેજની લાઈનો નાખ્યા બાદ યોગ્ય રીતે માટીપુરાણ નહીં થતાં અવારનવાર ભુવા પડદા હોવાની ફરિયાદો વધી છે ખાસ કરીને ભૂવા ચોમાસા દરમિયાન પડદા હોય છે પરંતુ કારેલીબાગ વિસ્તારમાં ઉનાળામાં ભૂવા પડતાં લોકોમાં અચરજ ફેલાયું છે.

Advertisement


વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ લાઈન કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીની પડવાને કારણે પોલ ખુલ્લી પડતી હોય છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરતું નથી જેથી લોકોને હેરાનગતિ થતી હોય છે.


અંગે શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે કોર્પોરેશનના તંત્રનોની આકરી ટીકા કરી ભૂવો પુરાણ કરાવવાની માંગણી કરી છે સાથે સાથે તેમણે આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના ઇજનેરો અને ઇજારદારોની મીલીભગત ને કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે.

Advertisement
Continue Reading

Trending