VADODARA CITY
પ્રેમિકાના ઘરે ગયેલા યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડયા બાદ શંકાસ્પદ મોત

પરિવારજનોએ યુવકના મૃત્યુ અંગે તટસ્થ તપાસની માંગણી કરી
પ્રેમિકાના ઘરેથી લોહી લુહાણ હાલતમાં મળી આવેલ 24 વર્ષીય યુવકનું મોત નીપજતા મૃતકના પરિજનોએ યુવતી સહિતના સંબંધીઓ સામે શંકા ઉપજાવી પોલીસ પાસે તટસ્થ તપાસની માંગ કરી છે. હાલ યુવકનું મોત ખરેખર કઈ રીતે થયું તે દિશામાં પોલીસે મૃતદેહની પોસ્ટમોર્ટમ પ્રક્રિયા હાથ ધરી શકમંદોની પૂછતાછ હાથ ધરી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતા કનૈયાલાલ સોલંકીનો 24 વર્ષીય પુત્ર હર્ષ સોલંકીને વિસ્તારમાં જ રહેતી સમાજની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જે અંગે બંનેના પરિવારજનોને જાણ હતી. ગઈકાલે તે યુવતીને મળવા માટે તેના ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન રાત્રે અઢી વાગ્યાના સુમારે કથિત ઘટના ઘટી હોવાના મેસેજ મળતા યુવકના પરિવારજનો યુવતીના ઘરે દોડી ગયા હતા.
જ્યાં હર્ષ લોહી લુહાણ હાલતમાં બેભાન અવસ્થામાં જમીન પર નજરે ચડ્યો હતો. પરિવારજનો તેને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સાડા ત્રણ વાગ્યાના સુમારે હર્ષને મૃત જાહેર કરાયો હતો. મૃતકના પરિવારજનોએ યુવતીના સંબંધી સામે શંકા ઉપજાવતા નવાપુરા પોલીસે બનાવ સંદર્ભે મૃતકના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી શકમંદોની અટકાતયત સાથે પૂછપરછ શરૂ કરી છે. અકસ્માતે મોતના ગુના બાદ નવાપુરા પોલીસ હત્યાનો ગુનો નોંધે તેવી શક્યતા છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે