VADODARA CITY
વિશ્વના સૌથી જુના સલૂન Truefitt & Hill નું વડોદરામાં ઉદ્ઘાટન

વડોદરા શહેરમાં દુનિયાના સૌથી જુના બાર્બર શોપની શાખાનું ઉદ્ઘાટન થવા પામ્યું છે. વિશ્વની સૌથી જૂની બાર્બર શોપ ટ્રુફિટ એન્ડ હિલ દેશના વિવિધ મહાનગરોમાં પોતાના સલુન ધરાવે છે. જ્યારે આજે વડોદરામાં 26માં સલૂનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ ની ગણતરીમાં વડોદરા ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે. જ્યારે આવા વ્યક્તિઓ ને વિશ્વસ્તરીય સેવા આપવા માટે શોપ ટ્રુફિટ એન્ડ હિલ નું ઉદ્ઘાટન વડોદરામાં કરતા સમયે COO પ્રણય ડોકકનિયા એ જણાવ્યું હતું કે વડોદરા શહેર એક મેટ્રો સીટી બનવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે વિશ્વસ્તરીય બ્રાન્ડ પણ વડોદરામાં આવવા માંગે છે. વડોદરાના HNI ક્લબને વધુ પ્રીમિયમ અનુભવ આપવા માટે અમે તત્પર છે. વડોદરાના HNI ને આ ગ્રુમિંગ અનુભવ ખૂબ આહલાદક લાગશે.

વડોદરામાં ટ્રુફિટ એન્ડ હિલની ફ્રેન્ચાઇઝી લાવનાર Aldea Luxuries Pvt. Ltd ના ડિરેકટર કૃણાલ તન્નાએ જણાવ્યું હતું કે,વડોદરાને ઇન્ડસ્ટ્રીયલ અને કોર્પોરેટ તકોને કારણે વિકસિત થતા જોયું છે. જેમાં વડોદરાના જેન્ટલમેનો નો મહત્વનો ફાળો છે. જેઓ ઉચ્ચ ગુણવત્તાના અનુભવના હકદાર છે. આજે ઉદ્ઘાટન સમયે પણ 150 થી વધુ HNI દ્વારા હાજરી આપવામાં આવી હતી જે અમારી માટે ગર્વની વાત છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે