VADODARA CITY
નાસ્તા પાછળ લાખોનો ખર્ચ કરનાર પાલીકાના ભોગીઓને એક વર્ષે જ્ઞાન લાધ્યું,મહિલા કાઉન્સિલરોના નાસ્તાની ખર્ચ મર્યાદા 500રૂ. કરતા વિવાદ!

- વર્ષોથી પક્ષના નેતા ની ઓફિસ માંથી સભા દરમિયાન કાઉન્સિલરો માટે મંગાવવામાં આવતા નાસ્તાનો ખર્ચ પડતો હતો
- એક વર્ષમાં 1,32,000 નો ચા- નાસ્તો આરોગનાર નેતા એ તમામ મહિલા કાઉન્સિલરનો નાસ્તો 500 ની મર્યાદામાં મંગાવવાનું કહેતા વિવાદ વકર્યો
- 500 રૂ. સુધીનો જ નાસ્તો આવશે,બીજો નાસ્તો કરવો હોય તો ઘરે થી તમે બધા ટિફિન લઈને આવો તેઓ જવાબ આપતા દંભ ના દર્શન થયા!
- એપ્રિલ 2021માં કોરોનાની બીજી લહેર પીક પર હતી એ સમયે પણ શાસક પક્ષના નેતાએ 14000 રૂ. ચા-નાસ્તા પાછળ ખર્ચ્યા હતા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમગ્ર સભા દરમિયાન કાઉન્સીલરો માટેની ચા-નાસ્તાની વ્યવસ્થા પક્ષના નેતા કરતા હોય છે તેવી વર્ષોથી પ્રણાલિકા રહેલી છે પરંતુ ગઈકાલે મહિલા કોર્પોરેટરોએ પક્ષના નેતાને નાસ્તો મંગાવવાનું કહેતા રૂપિયા ૫૦૦થી વધારાનો નાસ્તો નહીં આવે અને બીજો નાસ્તો કરવો હોય તો ઘરે થી તમે બધા ટિફિન લઈને આવો તેઓ જવાબ આપતા પક્ષના નેતા સામે મહિલા કોર્પોરેટરોએ સ્થાયી સમિતિના અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરી હતી .
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષોથી ભાજપના કાર્યકર્તાઓ માટે રોજ સાંજે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવાની પ્રણાલિકા રહેલી હતી પરંતુ નવું બોર્ડ આવ્યા બાદ તે પ્રણાલિકા બંધ કરી દેવામાં આવતા ભાજપના કાર્યકર અને આરટીઆઇ એક્ટિવિસ્ટ પ્રદેશ પ્રમુખ સુધી આ અંગે રજૂઆત કરતા કોર્પોરેશન સ્થિત ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ માટે ચા-નાસ્તાની વ્યવસ્થા ફરી શરૂ કરવામાં આવી હતી.
એ જ રીતે કોર્પોરેશન માં ચાલતી પ્રણાલિકા મુજબ સમગ્ર સભા દરમિયાન કોર્પોરેટરો માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે તે વ્યવસ્થા ભાજપના નેતાએ કરવાની હોય છે આ પ્રથા હાલ ચાલુ છે તે દરમિયાન ગઈકાલે કોર્પોરેશનની મળેલી સમગ્ર સભા દરમિયાન કેટલાક મહિલા કોર્પોરેટરો એ નાસ્તો મંગાવવા પક્ષના નેતાને જાણ કરી જે નાસ્તો મંગાવવા જણાવ્યું તે મોંઘો હોવાથી પક્ષના નેતાએ કહ્યું કે રૂપિયા 500 સુધીનો જે નાસ્તો મળશે તે આવશે અને તમને એવું લાગતું હોય તો ઘરેથી ટિફિન લઈને આવજો.
પક્ષના નેતાની આ વાત સાંભળીને મહિલા કોર્પોરેટરો માં રોષ વ્યાપ્યો હતો અને તેઓએ સ્થાયી સમિતિના અધ્યક્ષ સમક્ષ પક્ષના નેતાના ઉદ્ધત જવાબ અંગે રજૂઆતો કરી હતી.
એક વર્ષમાં સૌથી વધુ ચા- નાસ્તાનો ખર્ચ કરવામાં બીજા ક્રમાંકે આવેલા નેતાને એક વર્ષ બાદ જ્ઞાન લાધ્યું
RTI એક્ટિવસીટ અતુલ ગામેચીએ માંગેલી RTIમાં મળેલા જવાબ પ્રમાણે માર્ચ 2021 થી માર્ચ 2022 સુધી પાલિકાની સત્તા પર બેઠેલા સત્તાભોગીઓ એ ચા નાસ્તા પાછળ કરેલા ખર્ચની વિગતમાં પ્રથમ ક્રમાંકે સ્થાયી સમિતિ અધ્યક્ષ ઓફિસનો ખર્ચ 2,98,313 હતો. જ્યારે બીજા ક્રમાંકે પક્ષના નેતાની ઓફિસનો ખર્ચ 1,32,019 રૂ. હતો. પ્રતિદિવસ 361 રૂ. નો ચા-નાસ્તાનો ખર્ચ કરનાર પક્ષના નેતા એ ભાજપના કાઉન્સિલરો માટે મંગાવવાના નાસ્તાના ખર્ચની મર્યાદા 500રૂ. નક્કી કરતા વિવાદ છેડાયો છે. મહત્વનું છે કે કેટલાક મહિલા કાઉન્સિલરો બે દિવસ અગાઉ પ્રધાનમંત્રી ને મળવા ન દેવાતા રોષે ભરાયા હતા.જ્યારે વર્ષોથી ચાલતી આવતી પ્રણાલીમાં પક્ષના નેતાએ કાપ મુકતા ફરી એક વાર મહિલા નગરસેવકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે