Connect with us

VADODARA CITY

જીવલેણ ગુટખા : ગ્રાહક પાસે વિમલના બાકી નાણાની માંગણી કરતા ગ્રાહક ધારીયું લઈને મારવા દોડ્યો

Published

on

  • દુકાનદાર પાસે વિમલ ગુટખાની ખરીદીના 1000 રૂપિયા બાકી રાખ્યા હતા
  • દુકાનદારે બાકી નાણાની ઉઘરાણી કરતા ગ્રાહક ધારિયું લઈને મારવા દોડી આવ્યો

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા વાસંતીબેન કાલગુડે પોતાના ઘરેથી જ શ્રી ગણેશ પ્રોવિઝન સ્ટોરનો વ્યવસાય કરે છે. બે વર્ષ પહેલા વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા પ્રવીણ મુન્નેસિંહ પટેલને ગણેશ પ્રોવિઝન સ્ટોરમાં ઉધાર ખાતું ખોલાવી ખરીદી કરી હતી. પ્રવીણ પટેલ રોજીંદી  વિમલ ગુટખા વાસંતીબેનના દુકાનેથી લઇ જતો હતો. અને ત્યાર બાદ 1000 ઉપરાંતનું બીલ થઇ જતા ખરીદી બંધ કરી દીધી હતી.

બે વર્ષ જેટલો સમય વીતી ગયા બાદ વાસંતી બેન અને તેઓના દીકતા દ્વારા વિમલ ગુટખાના બાકી બીલની વસુલાત શરુ કરી હતી. જે બીલની રકમ આપવા નહિ માંગતા પ્રવીણ પટેલે માતા પુત્રને ગાળો ભાંડી હતી. ગત રોજ ફરી એક વાર રૂપિયાની ઉઘરાણી વાસંતીબેને કરતા પ્રવીણ પટેલ ધારિયું લઈને મારવા માટે દોડી આવ્યો હતો. જે સમય વાસંતીબેનનો પુત્ર આવી પહોચતા મામલો થાડે પડ્યો હતો.

ઘટના અંગે ફરિયાદી વાસંતીબેને હુમલાખોર પ્રવીણ મુન્નાસિંહ પટેલ વિરુદ્ધ બાપોદ પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો છે.     

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

VADODARA CITY

તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

Published

on

  • જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
  • ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!

વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો

શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.

40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.

Advertisement


શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે

Advertisement
Continue Reading

Trending