VADODARA CITY
સ્વઘોષિત ઉમેદવારે વિધાનસભાનો ક્રમાંક પણ ખોટો લખ્યો, છતાંય ઉમેદવારી મળશે એવો વિશ્વાસ !

- વાઘોડિયા વિધાનસભા અસ્થિત્વમાં આવી ત્યારથી ચાર વાર ક્રમાંક બદલાયો એમાંથી એક પણ વાર 130 ક્રમાંક નથી
- રાજકીય પક્ષોએ ઉમેદવારો જાહેર નથી કર્યા એના પહેલા જ સ્વઘોષિત ઉમેદવારોને વિધાનસભા ક્રમાંકનું પણ જ્ઞાન નથી
- દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ આપતા બેનરમાં વિધાનસભાનો ખોટો ક્રમાંક છાપી દીધો
આગામી એક સપ્તાહ દરમિયાન ગુજરાતની વિધાનસભાની ચૂંટણી જાહેર થશે,ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તે પહેલાં કેટલીક વિધાનસભા બેઠક પર સ્વઘોષિત ઉમેદવારોએ પોતાની દાવેદારી પ્રસ્થાપિત કરવાનું શરૂ કરી દીધું છે. જેમાં વાઘોડિયા વિધાનસભામાં પણ અનેક નેતાઓએ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે.
જે નેતાઓએ અપક્ષમાં ચૂંટણી લડવાનું નક્કી કરી જ લીધું છે એવા નેતાઓ પ્રચાર કરે તો કાંઈ સમજ આવે કે તેઓ પોતે અપક્ષ લડવાના છે એટલે તેઓને કોઈના મેન્ડેડ ની જરૂર નથી,પણ જ્યાં પાર્ટી મેન્ડેડ પર ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા કેટલાક નેતાઓ પોતાને સંભવિત નહીં, સ્વઘોષિત ઉમેદવાર જાહેર કરી ચુક્યા છે. વાઘોડિયા વિધાનસભામાં પૂર્વ સાંસદ અને કોંગ્રેસના નેતા સત્યજિતસિંહ ગાયકવાડ (રાજવી પરિવાર) પણ પોતાની તૈયારીમાં જોતરાઈ ગયા છે.
વાઘોડિયા મત વિસ્તારમાં તેઓ દ્વારા દિવાળી તેમજ નૂતનવર્ષની શુભેચ્છાઓ આપતા બેનરો લગાવવામાં આવ્યા છે. જ્યાં તેઓએ પૂર્વ સાંસદ ની બાજુમાં વડોદરા 130 વાઘોડિયા વિધાનસભા લખ્યું છે જોકે વાઘોડિયા વિધાનસભા અસ્થિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધી ક્યારેય અહીંનો ક્રમાંક 130 રહ્યો નથી. વિધાનસભા વિસ્તારના ભૌગોલિક જ્ઞાનની વાત તો દૂર, આંકડાકીય માહિતી પણ સંભવિત ઉમેદવાર પાસે ખોટી છે.
1962 માં વાઘોડિયા વિધાનસભાનો ક્રમાંક 121 હતો જે બાદ 1967માં સીમાંકનમાં સુધારા સાથે 133 થયો. 1975 ના નવા સુધારા પ્રમાણે વિધાનસભાનો ક્રમાંક 150 થયો અને 2012 થી 136 ક્રમાંક ચાલે છે. આ માહિતી ઈન્ટરનેટ પર પણ મળી રહે છે. તેમ છતાંય વિધાનસભા ક્રમાંક ખોટો લખાય એ વાત સમજની બહાર છે. ઘર નંબર ખોટો હોય તો ખોટા સરનામે પહોંચી જવાય,અહીં તો વિધાનસભા ક્રમાંક જ ખોટો છે અને ખોટા ક્રમાંકને આધારે સંભવિત ઉમેદવાર શ્રી પ્રચાર પણ કરી રહ્યા છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે