VADODARA CITY
અનુજ ચૌહાણને માર મારનાર સંતને મળી મહત્વની જવાબદારી

- સંગીત મંડળ સંભાળતા સ્વામીસ્વરૂપ સ્વામીને એક મહિના સુધી મહાપુજરીની જવાબદારી સોંપાઈ
- બંને સંતો સાથે કામ કરશે તેવા યોગી ડીવાઇન સોસાયટીના નિર્ણય બાદ પણ સેવા-ભક્તિની યાદી પ્રેમસ્વરૂપ સ્વામીએ તૈયાર કરતા અનેક તર્ક વિતર્કો
- પ્રેમસ્વરૂપ સ્વામીના નામની આગળ “પરમ પૂજ્ય” લખાયું, એટલે શું ગાદીનો નિર્ણય થઈ ગયો?
વડોદરાના સોખડા સ્થિત હરિધામ સંસ્થાના પૂજ્ય હરીપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ ગાદી નો વિખવાદ શાંત થવાનું નામ લેતો નથી. બંને જૂથના હરિભક્તો દ્વારા સોશ્યલ મીડિયા પર વોર ચાલી રહી છે ત્યારે આજે એક નવો અને ચોંકાવનારો મુદ્દો સામે આવ્યો છે. તાજેતરમાં પ્રબોધ સ્વામી જૂથના સત્સંગી અનુજ ચૌહાણને માર મારવાના કિસ્સામાં જામીન મુક્ત થયેલા સ્વામીસ્વરૂપ સ્વામી ને 1ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી સુધીમાં મંદિરના આયોજન યાદીમાં મહાપુજરીનો હોદ્દો આપવામાં આવ્યો છે. જે હોદ્દાનો નિર્ણય ખુદ પ્રેમસ્વરૂપ સ્વામીએ કરતા અનેક તર્ક વિતર્કો ઉદભવ્યા છે. સંસ્થામાં સંત્સંગી દીકરાને માર મારીને લાંછન લગાવનાર સંતને મહત્વની જવાબદારી ખુદ પ્રેમ સ્વરૂપ સ્વામીએ આપતા હવે હરિભક્તોમાં ગણગણાટ શરૂ થયો છે. જોકે આવતીકાલ થી અમલમાં આવનાર યાદી આજે જ વાયરલ થઈ જતાં સોશ્યલ મીડિયા પર ચકચાર જાગી છે.
પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના આધ્યાત્મિક વારસાનો વારસદાર કોણ? આ પ્રશ્ન હાલ સત્સંગીઓમાં ચાલી રહ્યો છે.જોકે યોગી ડીવાઈન સોસાયટીના નિર્ણયનો પત્ર સત્સંગીઓ પાસે પહોંચ્યો છે ત્યારે તાજેતરમાં ફેબ્રુઆરી માસમાં મંદિરની સેવા ભક્તિની યાદીમાં અનુજને માર મારનાર સંત સ્વામી સ્વરૂપ સ્વામીને મહત્વની જવાબદારી સોંપાતા ફરી એકવાર વિવાદનો મધપુડો છેડાયો છે.
આધ્યાત્મિક સંકુલ હરિધામમાં ક્યારેય ન બની હોય તેવી ઘટના ગત 6 જાન્યુઆરીએ બની હતી જે ઘટનામાં પ્રબોધ સ્વામી જૂથના કહેવાતા એક હરિભક્ત પર સંતોએ ભેગા મળી માર મારીને હુમલો કર્યો હતો.મોબાઈલમાં વિડીયો ઉતાર્યા હોવાની શંકાએ અનુજ ચૌહાણ નામના યુવકને સંતોએ ભેગા મળીને માર માર્યો હતો આ અંગે તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો હતો જ્યાં અનુજ ચૌહાણને માર મારનાર સંતોની ધરપકડ બાદ જામીન પર છૂટકારો થયો હતો.
હરિધામ સોખડાને લાંછન લગાડનાર આ સંતો સામે હરિધામના વડીલ સંતો દ્વારા કાર્યવાહી થાય તેવી ઈચ્છા સત્સંગીઓની હતી જોકે હુમલો કરનાર સંતો સામે કાર્યવાહી કરવાને બદલે પ્રેમસ્વરૂપ સ્વામી દ્વારા તેઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

ફેબ્રુઆરી માસમાં સંતોને સોંપવામાં આવેલી જવાબદારીમાં અગાઉ કીર્તન વિભાગ સંભાળતા સ્વામીસ્વરૂપ સ્વામીને મહાપૂજારીના હોદ્દાથી બિરદાવવામાં આવ્યા છે આ યાદી સત્સંગીઓના વોટસએપ ગ્રુપમાં વાયરલ થતાં ચર્ચાનો વિષય જાગ્યો છે. વૈરાગી જીવન જીવતા સંત દ્વારા હરિભક્તને મારવામાં આવે અને ત્યારબાદ ઈનામ સ્વરૂપે મહત્વનો હોદ્દો આપવામાં આવે તેથી જ આ ફલિત થાય છે કે સુકાની વિનાની સંસ્થા કઈ દિશા તરફ આગળ વધી રહી છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે