VADODARA CITY
વાસણા રોડની સોસાયટીમાં રિવોલ્વરની અણીએ દંપતિને બંધક બનાવી લૂંટારુઓ લાખોનો મુદ્દામાલ લૂંટી ગયા
- વડોદરામાં ગુન્હેગારો બેફામ,પોલીસની સતર્કતા પર સવાલ!
- દિન પ્રતિદિન વડોદરામાં ક્રાઇમરેટ વધી રહ્યો છે.
- દંપતીને દોરડા વડે બાંધી દઈને માર મારી લૂંટારુઓએ તિજોરીની ચાવી મેળવી લીધી
વડોદરા શહેરમાં દિવસને દિવસે ક્રાઈમ રેટ વધી રહ્યો છે.હત્યા,લૂંટ, ચીલઝડપ જેવી ઘટનાઓ વડોદરા શહેર માટે હવે સામાન્ય થઇ ગઇ છે. જ્યારે ગત રાત્રે વડોદરા શહેરના વાસણારોડ પર એક દંપતીને તેઓના જ ઘરમાં બંધક બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી લાખોની લૂંટ ને અંજામ આપી ત્રણ લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા. જે બાદ પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના વાસણા રોડ પાસે આવેલી એકમુદ્રા સોસાયટીમાં રહેતા દિપકભાઈ પટેલ તેઓના પત્ની સાથે ગઈકાલે સાંજે ઘરે એકલા હતા ત્યારે ત્રણ લૂંટારુંઓ તેઓના ઘરે ત્રાટકયા હતાં અને દીપકભાઈ તેમજ તેમના પત્નિને માર મારીને દોરડા વડે બાંધી દીધા હતા. રિવોલ્વર બતાવીને ઘરમાં પ્રવેશેલા ત્રણેય લૂંટારુઓએ દંપતિને ગડદા પાટુ નો માર મારી તિજોરીની ચસ્વી મેળવી લીધી હતી અને તિજોરીમાં મુકેલા આશરે 50 તોલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈને પલાયન થઈ ગયા હતા.
હિન્દીના વાત કરતા ત્રણેય લૂંટારુઓ એ દંપતીને ધમકી આપી હતી કે બુમરાડ મચાવી તો જાનથી મારી નાખીશું, ઘરમાં લૂંટ ચલાવીને લૂંટારુઓ મોટરસાયકલ પર ત્યાંથી પલાયન થઈ ગયા હતા. જે બાદ દંપતીએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે સ્થળ પર આવી ડોગ સ્ક્વોડ અને FSLની મદદથી લૂંટારું તોડકીનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે . મહત્વની વાત એ છે કે વિસ્તારમાં એક પણ CCTV નથી જેના કારણે લૂંટારુઓની ભાળ મેળવવામાં પોલીસને કોઈ મદદ મળી નથી. જોકે CCTV ન હોવાનો લાભ મેળવીને જ લૂંટારુઓ અહીં ત્રાટકયા હોવાનું પોલીસે પ્રાથમિક અનુમાન લગાવ્યું છે.
ઘટના બાદ વડોદરા શહેર જીલ્લામાં પોલીસે સઘન નાકાબંધી કરીને વાહનચેકીંગ શરૂ કર્યું છે. જ્યારે વિવિધ ટિમો બનાવીને લૂંટારુઓનું પગેરું મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે