VADODARA CITY
સામાન્ય વરસાદમાં રાજસ્થંભ સોસાયટીમાં પાણી ભરાયા,નગરસેવક પાણીમાં બેઠા
વરસાદી કાંસ બ્લોક થતા સામાન્ય વરસાદમાં પણ જળબંબાકાર
વડોદરા શહેરમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવવાની સમસ્યાથી ટ્રસ્ટ રાજસ્થંભ સોસાયટીમાં આજે ફરી એકવાર વરસાદી પાણી ભરાઈ જતા રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ અહીં ખુલી જવા પામી છે. જ્યારે સ્થાનિક નગરસેવકે પાલિકાની નિષ્ફળતાને ઉઘાડી પાડવા પાણીમાં બેસી જઈને વિરોધ વ્યક્ત કર્યો છે.
છેલ્લા 25 વર્ષથી વડોદરા શહેરમાં સામાન્ય વરસાદ પડે ત્યાં તો રાજસ્થંભ સોસાયટી ટાપુમાં ફેરવાઈ જાય છે. પાલિકાની વડી કચેરીથી માત્ર એક કિલોમીટરના અંતરે આવેલી સોસાયટીના આવા હાલ થાય તો આખા વડોદરાની શું સ્થિતિ સર્જાતી હશે તેની આપ કલ્પના કરી શકો છો.
આજે સામાન્ય વરસાદ પડતાની સાથે રાજસ્થંભ સોસાયટીમાં ઘૂંટણ સમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. સોસાયટીની આસપાસ ત્રણેય તરફ વરસાદી કાંસ અને તળાવ આવેલા છે. જ્યારે એક તરફ પ્રવેશ માર્ગ છે. પ્રવેશ માર્ગ પર જ ઘૂંટણ સમા પાણી ભરાઇ ગયા છે. વર્ષોથી અહીં આવી જ સ્થિતિ છે. બે વર્ષ અગાઉ અહીં રસ્તા પર મગર ફરતા પણ નજરે ચઢ્યા હતા. છતાંય આ વર્ષે માત્ર કાગળ પર થયેલી પ્રિ મોન્સૂન કામગીરીને કારણે ફરી આવી જ સ્થિતિ સર્જાઈ છે.
થોડા સમય પહેલા પાલિકાએ લાલબાગ તળાવને ખાલી કરવાની કવાયત હાથ ધરી હતી. જોકે આ કામગીરી પણ નિષ્ફળ નિવળી છે. જ્યારે આજે સવારથી વડોદરા શહેરમાં 10 મીમી વરસાદ પડતાં ની સાથે જ સોસાયટી ટાપુમાં ફેરવાતા સોસાયટીના રહીશોએ રોષ વ્યકત કર્યો હતો.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે