Connect with us

VADODARA CITY

પાડોશી મહિલા સાથે ઝઘડાએ લીધું વિકરાળ સ્વરૂપ: અંતે આવ્યું કરૂણ અંજામ

Published

on

વડોદરા શહેરના કારેલીબાગ મહિલા પોલીસ સ્ટેશનની સામે જ હત્યાની ઘટના બની છે. પિયરમાં આવેલી યુવતી સાથે પાડોશમાં રહેતી મહિલાએ ઝગડો કરી છાતીના ભાગે ચાકૂના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસ હત્યારણ મહિલાની ધરપકડ કરે તે પહેલાં તે હોસ્પિટલમાંથી નાસી છુટી હોવાનું જાણાવા મળ્યુ હતું. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.

પોલીસ સૂત્રોમાંથી મળેલી માહિતી અનુસાર, શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન સામે મણિયાર મહોલ્લો આવેલો છે. 22 વર્ષિય નિનાજબાનું સલમાન શેખ નામની પરિણીતા આજે રાજપારડી તેની સાસરીમાંથી વડોદરાના મહિલા પોલીસ સ્ટેશન સામે આવેલા મણિયાર મહોલ્લામાં તેના ઘરે પિયરમાં આવી હતી. જ્યાં પાડોશમાં રહેતી સબીના સાથે નિનાજબાનુંને બોલાચાલી થઇ હતી.

Advertisement

બોલાચાલી બાદ વાત એટલી વણસી કે, ઝગડો ઉગ્ર થઇ ગયો અને ત્યાર બાદ સબીનાએ નિનાજબાનુંને બેરહેમી પૂર્વક છાતીના ભાગે અને પીઠના ભાગે ચાકૂના જીવલેણ ઘા મારતા નિહનાજબાનુ સ્થળ ઉપર ફસડાઇ પડી હતી. દરમિયાન પરિવારના લોકો અને સ્થાનિક લોકો ગંભીર ઇજાગ્રસ્ત નિનાજબાનુંને તાત્કાલિક સયાજી હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેનુ મોત નિપજ્યું હતુ.

દરમિયાન હોસ્પિટલમાં હાજર હત્યાની આરોપી સબીના ત્યાંથી નાસી છુટી હોવાનું સુત્રોએ જણાવ્યું છે. પોલીસ દ્વારા હવે આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સબીના તથા નિહનાજબાનું વચ્ચે પારિવારીક મામલો આ ખૂની ખેલ પાછળ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે બનાવને પગલે કારેલીબાગ પોલીસે સયાજી હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ બનાવને પગલે નિનાજબાનુની માતા, ભાઇ અને બહેને હૈયાફાટ રૂદન સાથે જણાવ્યું હતું કે, નિનાજબાનુની હત્યા સામાન્ય બાબતમાં કરવામાં આવી છે. હત્યા કરનાર સબિના તથા નિનાજબાનુને પકડી રાખનાર પરિવાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

કારેલીબાગ ભૂતડીઝાપા વિસ્તારમાં ચકચાર જગાવી મુકનાર આ બનાવ અંગે ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, મહિલા પોલીસ સ્ટેશન સામે મણીયાર મહોલ્લામાં સમી સાજે બે પાડોશી મહિલા વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં સબિના નામની મહિલાએ નિનાજબાનુ શેખની છાતી અને પીઠના ભાગે ચાકૂના મારી હત્યા કરી છે. હત્યા કરનાર મહિલાની ધરપકડ માટે પોલીસ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

Advertisement

VADODARA CITY

બહુચરાજી રોડ પર પડ્યો ભુવો: પાલીકા પાસે સમારકામનો સમય નથી

Published

on

વડોદરા શહેર ના કારેલીબાગ માં આવેલ ૐ શાંતિ ભવન, બહુચરાજી નગર પાસે વધુ એક પડ્યો છે પરંતુ કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી.


વડોદરા શહેરમાં થતા વિકાસના કામોમાં પાણી ડ્રેનેજની લાઈનો નાખ્યા બાદ યોગ્ય રીતે માટીપુરાણ નહીં થતાં અવારનવાર ભુવા પડદા હોવાની ફરિયાદો વધી છે ખાસ કરીને ભૂવા ચોમાસા દરમિયાન પડદા હોય છે પરંતુ કારેલીબાગ વિસ્તારમાં ઉનાળામાં ભૂવા પડતાં લોકોમાં અચરજ ફેલાયું છે.

Advertisement


વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ લાઈન કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીની પડવાને કારણે પોલ ખુલ્લી પડતી હોય છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરતું નથી જેથી લોકોને હેરાનગતિ થતી હોય છે.


અંગે શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે કોર્પોરેશનના તંત્રનોની આકરી ટીકા કરી ભૂવો પુરાણ કરાવવાની માંગણી કરી છે સાથે સાથે તેમણે આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના ઇજનેરો અને ઇજારદારોની મીલીભગત ને કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે.

Advertisement
Continue Reading

Trending