VADODARA CITY
ચાર વર્ષથી વિકાસનો માર્ગ થયો “લકવાગ્રસ્ત”, નબળી નેતાગીરી જવાબદાર

- ઉદ્યોગોની વારંવાર રજુઆતો છતાય બ્રીજનું કામ ગોકળગાય ગતિએ
- જર્જરિત થયેલો બ્રીજ ઉતારી લીધા બાદ નવિનીકરણમાં ભારે નિરસતા
- પહેલા બ્રીજનું કામ અટકતું તો કેન્દ્ર અને રાજ્ય ની સરકારોમાં સંકલનનો વાંક કાઢતા નેતાઓ હવે કેમ મોઢે આંગળી દઈને બેઠા છે ?
(મૌલિક પટેલ) આ લખતા સમયે મને ગુસ્સો આવે છે, લખતા સમયે મારી પેન પણ અટકી જાય છે, બિન સંસદીય ભાષા નો પ્રયોગ કરવાનું પણ મન થાય છે પણ હું એમ કરી શકું નહિ.. કેમકે આજે અહી લકવાગ્રસ્ત વિકાસની વાત કરવી છે. જેની વેદના હૃદય કંપાવી નાખે છે. આ વિકાસને 2017 ના ઓક્ટોબર માસમાં લકવા થયો છે. લકવાગ્રસ્ત વિકાસનું ડાબું અંગ કામ કરતુ બંધ થઇ ગયું છે. તેમ છતાય ચાર વર્ષ વીત્યા પછી પણ આ વિકાસની સારવાર થઇ નથી જેનો શ્રેય કોઈ કામના ન હોય તેવા “નકામા નેતાઓ”, કોઈ લાજ શરમ ન હોય તેવા “નિર્લજ્જ નેતાઓ”, કોઈ સંવેદના કે લાગણી ન હોય તેવા “નિષ્ઠુર નેતાઓ” એટલે સરવાળે નિષ્ફળ નેતાઓ ને ફાળે જાય છે.
અહી વાત થાય છે રણોલી રેલ્વે ઓવરબ્રિજની…. વડોદરા શહેર નજીકના ઉદ્યોગોની જીવાદોરી સમાન રણોલી રેલ્વે ઓવરબ્રિજનું કામ લાંબા સમયથી ખોરંભે પડી ગયું છે. ઈજારદાર દ્વારા ધીમી ગતિએ ચાલતા કામને કારણે ભારદારી વાહનો ની અવરજવર છેલ્લા 4 વર્ષથી બંધ છે જેથી નજીકના ઉદ્યોગો ને વાહન વ્યવહારમાં ભારે હલકી નો સામનો કરવો પડે છે. વારંવાર સ્થાનિક નેતાઓ તેમાં ચુંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત કરી હોવા છતાય કામગીરીમાં ઝડપ આવતી નથી. હાલ જે ગતિએ કામગીરી ચાલી રહી છે તે જોતા એમ લાગે છે કે બ્રીજનું કામ પૂરું થતા એક દાયકો વિતી જશે.
વડોદરાના નેતાઓની એક ખૂબી છે. પોતાની નિષ્ફળતા છુપાવવા અવનવા બહાના શોધી જ લાવે છે. જયારે કેન્દ્રમાં UPA સરકાર હતી ત્યારે ગુજરાતમાં સત્તા ભોગવી રહેલા નેતાઓ રેલ્વે ઓવરબ્રિજની કામગીરીમાં કેન્દ્ર(રેલ્વે વિભાગ ) પરવાનગી આપવામાં વિલંબ કરે છે તેવા બહાના આપતા હતા. પણ જયરે કેન્દ્ર અને રાજ્યમાં બંને સ્થાને ભાજપ સરકાર બેથી છે ત્યારે પણ સ્થિતિ તે ની તે જ છે.
હાઈવે ને જોડતા રણોલી રેલ્વે ઓવરબ્રિજ નો ઉપયોગ GACL,BPCL, રીફાઇનરી જેવા ઉદ્યોગ એકમો કરતા હતા. સાથે સાથે અનેક નાના મોટા ઉદ્યોગો માટે પણ આ માર્ગ ખુબ ઉપયોગી હતી. ઓક્ટોબર 2017માં આ બ્રિજનો એક તરફનો ભાગ જર્જરિત થઈને તૂટી પડતા મરામતની જવાબદારી ધરાવતા વડોદરા શહેર માર્ગ મકાન વિભાગની ઘોર બેદરકારી ના દર્શન થયા હતા. એક જ ઝાટકે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કર્યા વિના જ બ્રીજ બંધ કરી દેવાની ફરજ પડી હતી.
તૂટી ગયેલા બ્રીજને નવો બનાવવા માટે ઈજારદારને કામગીરી સોપવામાં આવી પણ તેની ધીમી ગતિની કામગીરીને કારણે હાલ અનેક છીંડા જોવા મળી રહ્યા છે. સ્થાનિકો એ સાંસદને પણ આ મામલે રજૂઆત કરે સમય વિતી ગયો તેમ છતાય કોઈ નિકાલ આવ્યો નથી. જે ગતિએ કામ ચાલી રહ્યું છે તે જોતા એમ લાગે છે કે બ્રીજ લગભગ 2027 સુધી તૈયાર થઇ રહેશે.
એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉદ્યોગોની વિકાસ થાય તે અનુરૂપ વાતાવરણ પૂરું પાડવાના પ્રયત્નો કરે છે ત્યારે બીજી બાજુ અસંખ્ય ઉદ્યોગોનો શ્વાસ રૂંધાઇ રહ્યો છે. નપાણીયા અને વામન કદના સ્થાનિક નેતાઓનું પણ સરકારમાં કાંઈજ ઉપજતું નથી તે આ બ્રીજના અટકેલા કામથી સ્પષ્ટ દેખાઈ આવે છે.
બ્રીજ તૂટ્યા બાદ એક વિભાનસભાની ચુંટણી, એક લોકસભાની ચુંટણી, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણી યોજાઈ ગઈ, તમામ ચુંટણીમાં નેતાઓએ મોટા મોટા વચનો આપ્યા પણ બ્રીજનું કામ જૈસે થે જ છે. હવે સરપંચ બનવા માટે અને હાલ સરપંચ રાજકીય વગ જાળવી રાખવા મેદાને આવ્યા છે.જો તેઓમાં થોડી પણ શરમ બાકી હોય તો આ બ્રીજ ક્યારે શરુ થશે તેની સાચી માહિતી સ્થાનિક મતદારોને આપવી જોઈએ.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે