Connect with us

VADODARA CITY

નંદેસરી પોલીસે બુટલેગર દ્વારા ભૂગર્ભમાં સંતાડેલો શરાબનો જથ્થો શોધી કાઢ્યો

Published

on

વડોદરા શહેરના નંદેસરી પોલીસે નંદેસરી ગામમાં બાતમીના આધારે વિદેશી શરાબનો જથ્થો શોધી કાઢ્યો હતો. મહત્વની વાત એ છે કે આ શરાબનો જથ્થો બુટલે ઘરે પોતાના ઘરમાં જમીનમાં દાટીને રાખ્યો હતો જે પોલીસે ચોર ખાનામાંથી બહાર કઢાવી કુલ 27,000 નો વિદેશી શરાબ નો જથ્થો ઝડપી પાડ્યો હતો.

રાજ્યભરમાં હાલ દંભી દારૂબંધી પર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે બોટાદમાં સર્જાયેલા ચકચારી લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરની પોલીસ સતર્ક થવા પામી છે. જ્યારે બુટલેગર અને પોલીસ વચ્ચેની હરીફાઈમાં કેટલીક વાર પોલીસની પણ જીત થતી હોય છે. શરાબનો વેપાર કરતા બુટલેગરો શરાબ સંતાડવા માટે અવનવી તરકીબો અજમાવે છે જ્યારે પોલીસને માત આપીને આવા બુટલેગરો બેફામ શરાબનો વેપલો કરે છે પરંતુ કેટલીક વાર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આવા બુટલેગરોની પોલ ખુલી જાય છે.

Advertisement

વડોદરા શહેરના નંદેસરી પોલીસ મથક વિસ્તારમાં આવેલા નંદેસરી રૂપાપુરા ગામના વિનોદભાઈ ઉર્ફે રાવડી નટવરસિંહ ગોહિલ પોતાના ઘરમાં ચોરખાનું બનાવી વિદેશી શરાબનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે દરોડો પાડયો હતો. ઘરમાં એક ખૂણામાં ચોર ખાનું બનાવી અંદર 69 જેટલી પ્લાસ્ટિકની વિદેશી શરાબની બોટલો મૂકેલી મળી આવી હતી. પોલીસે વિદેશી શરાબના જથ્થા તેમજ એક મોબાઈલ ફોન મળી 37,600 નો મુદ્દા માલ કબજે કર્યો હતો જ્યારે બુટલેગર વિનોદ નટવરસિંહ ગોહિલ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

VADODARA CITY

હર ઘર તિરંગા: સામાજીક અગ્રણી ભારતીબેન ભાણવડિયાએ રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યુ

Published

on

દેશ ભરમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનું આહવાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. જેને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પણ ઠેર ઠેર ઉજવણી માટે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

સાથે સાથે સામાજીક સંસ્થાઓ અને અગ્રણીઓ પણ આ અભિયાનને સફળ કરવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે આજે શહેર જીલ્લાના સામાજીક સેવાભાવી અગ્રણી ભારતીબેન ભાણવાડિયા દ્વારા શહેર જીલ્લાના વિવિધ વિસ્તારોમાં 100 થી વધુ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement
Continue Reading

Trending