Connect with us

VADODARA CITY

સીટી બસ કોન્ટ્રાકટના નિર્ણય માટે પાલિકાએ કમિટીની રચના કરી

Published

on

વડોદરા કોર્પોરેશન સંચાલિત શહેરી બસ સેવાનો કોન્ટ્રાકટ પૂર્ણતાના આરે હોય આ કોન્ટ્રાક્ટ રીન્યુ કરવો અથવા નવો કોન્ટ્રાક્ટ રાખવો તે બાબતે કોર્પોરેશન દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે.

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં શહેરી બસ સેવાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેનો કોન્ટ્રાક્ટ વિનાયક લોજિસ્ટિક ભાવનગરને આપ્યો છે. જેની મુદત 30 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થવાની છે. જેથી મિકેનિકલ વિભાગ દ્વારા સ્માર્ટ સિટીના સલાહકાર ટીસીએસ પાસેથી આ કોન્ટ્રાક્ટ બાબતે ઇ વેલ્યુએશન અંગેની કામગીરી હાથ ધરી છે. ટીસીએસ દ્વારા ઇ વેલ્યુએશન રિપોર્ટ તૈયાર કરવામાં આવે તો શહેરી બસ સેવાના કોન્ટ્રાક્ટ અંગે રીવ્યુ બાબતે મિકેનિકલ વિભાગ દ્વારા કમિટી ગઠન કરવા જણાવ્યું છે.

Advertisement

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં છ સભ્યોની કમિટી કોન્ટ્રાક્ટના રિવ્યુ અંગે નિર્ણય લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં જે કોર્પોરેશન દ્વારા રૂટ નક્કી કરવામાં આવ્યા છે તે રૂટ ઉપર ઘણી વખત બસો દોડતી હોતી નથી તો કેટલાક રૂટ ઉપર જે બસ દોડે છે તેની હાલત ખખડધજ થઈ ગઈ છે.

કેટલીક બસો માંથી ચોમાસા દરમિયાન તેની છત લીકેજ હોવાથી પાણી પડતું હોવાની પણ વિગતો બહાર આવી છે. નિયમ મુજબ દર વર્ષે 10 બસ બદલવાની હોય છે. પરંતુ એજન્સી દ્વારા છેલ્લા એક વર્ષથી ખખડધજ થયેલી હોય કે બસની છતો લીકેજ થઈ હોય તેવી બસો બદલવામાં આવતી નથી.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

VADODARA CITY

હર ઘર તિરંગા: સામાજીક અગ્રણી ભારતીબેન ભાણવડિયાએ રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યુ

Published

on

દેશ ભરમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનું આહવાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. જેને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પણ ઠેર ઠેર ઉજવણી માટે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

સાથે સાથે સામાજીક સંસ્થાઓ અને અગ્રણીઓ પણ આ અભિયાનને સફળ કરવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે આજે શહેર જીલ્લાના સામાજીક સેવાભાવી અગ્રણી ભારતીબેન ભાણવાડિયા દ્વારા શહેર જીલ્લાના વિવિધ વિસ્તારોમાં 100 થી વધુ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement
Continue Reading

Trending