Connect with us

VADODARA CITY

ભારતી આશ્રમના ગૂમ થયેલા ગાદીપતિ હરિહરાનંદજી નાસિકથી મળ્યા

Published

on

સેવકો નાસિકથી સ્વામીને લઈ વડોદરા આવવા રવાના થયા

શ્રી ભારતી આશ્રમના ગાદીપતિ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ ભારતીજી વડોદરાથી લાપત્તા બન્યા બાદ પાડોશી રાજ્ય મહરાષ્ટ્રના નાસિકમાંથી તેમની ભાળ મળી આવી છે.ભારતી આશ્રમના સેવકો સ્વામીજીને લઈ વડોદરા આવવા રવાના થયા છે.શહેરમાં આવ્યા બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે આગળની તલસ્પર્શી તપાસનો દોર લંબાવશે.

Advertisement

સરખેજ આશ્રમના વિવાદથી વ્યથિત થઈ હરિહરનંદજી સ્વામી લાપતા થયા હતા

જાણીતા સંત ભારતી બાપુના ઉત્તરાધિકારી હરિહરાનંદ સ્વામીજી અમદાવાદ આશ્રમની મુલાકાત બાદ વડોદરામાંથી ગુમ થયા હતા.જે બાદ તેમના અનુયાયીઓ દ્વારા વાડી પોલીસ મથકે ગુમ થયા હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે.તેવામાં હરિહરાનંદજી સ્વામીએ લખેલ ચિઠ્ઠી અને વિડિઓ વાયરલ થતા જેમાં સરખેજના કરોડો રૂપિયાના ભારતી આશ્રમનો વિવાદ હોવાનું મનાઈ રહ્યું છે.વર્ષ 2020માં ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદ આશ્રમનું વીલ સ્વામી હરિહરાનંદજી ના નામે કરાયું હતું.પરંતુ કેટલાક તરકટ બાજોએ બોગસ વીલ બનાવીને તેમને હેરાન કરવાનું શરૂ કર્યું હતું.જ્યારે કેટલાક સ્વામીઓ દ્વારા હરિહરાનંદજીને માનસિક ત્રાસ આપી તેમના વિરુદ્ધ કાવાદાવા કરવામાં આવતા હતા.

Advertisement

પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના નાસિક ખાતેથી ભારતી આશ્રમના સેવકોએ સ્વામીજીને શોધી કાઢ્યા : ટેક્સીમાંથી સલામત મળ્યા હરિહરાનંદજી સ્વામી

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા નજીકના ગોરા ગામમાં શ્રી ભારતી આશ્રમ આવેલો છે.તેના ગાદીપતિ સ્વામિ હરિહરાનંદ ભારતીજી તારીખ 30 મી એપ્રિલે બપોરે 1 વાગ્યે આશ્રમ થી નીકળી અમદાવાદ ખાતે હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા ગયા હતા અને ત્યાંથી સાંજે વડોદરા આવ્યા બાદ સ્વામીજી લાપતા બન્યા હતા.

Advertisement

વાડી પોલીસ મથક ખાતે તેમના અનુયાયીઓ દ્વારા ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે જુદી જુદી ટીમો બનાવી તેમની શોધખોળ હાથ ધરી હતી.જ્યારે બીજી તરફ કપુરાઈ ચોકડી પાસે થી ચાલતા જતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા હતા.સ્વામીજીના કોઈ સગડ નહીં મળતા પોલીસે જે કોઈ તેની માહિતી આપશે તે નાગરિકને રિવોર્ડ આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.

ત્યારે બુધવારે હરિહરાનંદ સ્વામીજીની મહારાષ્ટ્રના નાસિક પાસેથી ભાળ મળી હોવાની માહિતી મળવા પામી છે.ભારતી આશ્રમના સેવકોએ સ્વામીજીને શોધી કાઢ્યા છે. એક ટેક્સી માંથી હરિહરાનંદ સ્વામી સલામત મળી આવ્યા છે.જેમને લઈ સેવકો બપોર સુધીમાં વડોદરા આવી પહોંચે તેવી શક્યતા છે.વડોદરા આવ્યા બાદ પોલીસ દ્વારા તેમની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવશે તેમ જાણવા મળ્યું છે.

Advertisement

VADODARA CITY

બહુચરાજી રોડ પર પડ્યો ભુવો: પાલીકા પાસે સમારકામનો સમય નથી

Published

on

વડોદરા શહેર ના કારેલીબાગ માં આવેલ ૐ શાંતિ ભવન, બહુચરાજી નગર પાસે વધુ એક પડ્યો છે પરંતુ કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવતું નથી.


વડોદરા શહેરમાં થતા વિકાસના કામોમાં પાણી ડ્રેનેજની લાઈનો નાખ્યા બાદ યોગ્ય રીતે માટીપુરાણ નહીં થતાં અવારનવાર ભુવા પડદા હોવાની ફરિયાદો વધી છે ખાસ કરીને ભૂવા ચોમાસા દરમિયાન પડદા હોય છે પરંતુ કારેલીબાગ વિસ્તારમાં ઉનાળામાં ભૂવા પડતાં લોકોમાં અચરજ ફેલાયું છે.

Advertisement


વડોદરા શહેરમાં પાણી ડ્રેનેજ લાઈન કામગીરી બાદ કોન્ટ્રાક્ટર દ્વારા થતી હલકી કક્ષાની કામગીરીની પડવાને કારણે પોલ ખુલ્લી પડતી હોય છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરતું નથી જેથી લોકોને હેરાનગતિ થતી હોય છે.


અંગે શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે કોર્પોરેશનના તંત્રનોની આકરી ટીકા કરી ભૂવો પુરાણ કરાવવાની માંગણી કરી છે સાથે સાથે તેમણે આક્ષેપ કર્યો છે કે સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના ઇજનેરો અને ઇજારદારોની મીલીભગત ને કારણે કોર્પોરેશનને આર્થિક નુકસાન થઈ રહ્યું છે એટલું જ નહીં લોકો પણ હેરાનગતિ ભોગવી રહ્યા છે.

Advertisement
Continue Reading

Trending