VADODARA CITY
વડોદરાની સૌથી મોટી ગ્રામપંચાયતમાં ડે. સરપંચની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન, સુરેશ ગોહિલ વિજેતા

વડોદરા ખાતે આવેલા સૌથી મોટી ગ્રામ પંચાયત ગણાતી અનગઢ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચના પદ માટે ગતરોજ અધિકારીઓની હાજરીમાં ચુંટણી પ્રક્રિયા હાથ ઘરવામાં આવી હતી. ડેપ્યુટી સરપંચ પદ માટે ઉભેલા 15 સભ્યોની યોજાયેલ ચુંટણી પ્રક્રિયામાં સુરેશ ભાઈ ગોહિલનો 8 મતે ભવ્ય વિજય થયો હતો.8 મતે વિજેતા થયેલા સુરેશ ભાઈ ગોહિલ ને ડેપ્યુટી પદ માટે ઘોષિત કરવા માં આવતા સમર્થકો એ તેમને વધાવી લીધા હતા અને ભારે ઉમળકા ભેર ડેપ્યુટી સરપંચ સુરેશભાઈ ગોહીલ નું સ્વાગત કર્યું હતું.
અનગઢ ગામ માટે જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે સરપંચ શ્રી ને સાથસહકાર આપવાની ખાતરી સુરેશભાઈ ગોહિલે આપી હતી. સૌથી વધુ વસ્તી ધરાવતી ગ્રામપંચાયતને એક નગર ની જેમ વિકસિત કરવા માટે અમે સૌ પ્રયત્નશીલ રહીશું તેમ સુરેશભાઈ ગોહિલે જણાવ્યું હતું.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે