VADODARA CITY
ડભોઇ રોડમાં રહેતા શિક્ષકનું પરિવાર રહસ્યમય સંજોગોમાં ગુમ થતા ચકચાર મચી
વડોદરાના ડભોઇ રોડ સ્થિત કાન્હા આઇકોન ના 303 નમ્બર ના 44 વર્ષીય રાહુલ જોશી હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.રાહુલ જોશીના પરિવાર માં નીતાબેન (43),પુત્ર પાર્થ(21)અને પુત્રી પરી (14) હતા.ગત 20 મી સપ્ટેમ્બર ના રોજ રાહુલ જોશી અને તેનો પરિવાર બપોરે ઘર બંધ કરી ને ગયા હતા જે એક અઠવાડિયા સુધી ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેમનો મોબાઈલ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.
તેમ છતાં પરિવાર ના બધા જ ફોન બંધ આવતા કોઈ અનહોની ની આશંકાએ રાહુલ જોશી ના પરિવારે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જોકે રાહુલ જોશી ના પાડોશીઓએ જણાવ્યું હતું કે તેમના પરિવાર ને આર્થિક સંકડામણ હોવાથી તેઓ ચિંતા માં રહેતા.

તો સમગ્ર મામલે પરિવાર જનો આજ રોજ પાણીગેટ પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેમના પરિવાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
આખરે પોલીસે રાહુલ જોશી ના પરિવાર ને સાથે રાખી આજ રોજ ચાવી બનાવનાર ને બોલાવી ઘર ખોલી ને તપાસ કરતા 10 પાનાનું આરોપનામું મળી આવ્યું હતું.પોલીસે સમગ્ર નોટ અને 5 મોબાઈલ કબજે કર્યા હતા અને પોલીસ ની પાંચ ટિમો શહેર ના સીસીટીવી અને મોબાઈલ લોકેશન ના આધારે પરિવાર ની શોધખોળ આરંભી છે
ઉલ્લેખનીય છે આરોપનામાં માં પૈસા ની લેતી દેતી અંગે સુરત ના અલ્પેશ મેવાડા સહિત 20 થી વધુ લોકો સામે આરોપ લગાવવામાં આવ્યા છે જોકે મોબાઈલ નું છેલ્લું લોકેશન વડોદરા નું જ મળતા પોલીસ માટે આ કોયડો વધુ ગૂંચવાયો છે
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે