VADODARA CITY
જીલ્લાના એક ધારાસભ્યએ શહેરના નેતાને શિષ્ટાચારના પાઠ ભણાવ્યા

- “જીલ્લામાં આવો તો અમે આદર થી ખુરશી આપીએ છે, પણ તમે તો હોય એ ખુરશી પણ ખેંચી લો છો..”
ચૂંટણી નજીક આવી છે એટલે રાજકીય પક્ષોએ પ્રચાર પડઘમ શરૂ કરી દીધો છે. જેમાં ભાજપ દ્વારા વન ડે વન ડિસ્ટ્રીકટ ના પ્રચારની પોલિસી શરૂ કરી દરેક જીલ્લામાં પ્રવાસ શરૂ કર્યો છે. જેમાં આજે વડોદરા જીલ્લામાં પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે વડોદરામાં વિવિધ કાર્યક્રમો યોજ્યા હતા. જ્યાં વરણામાં ત્રીમંદિર ખાતે કાર્યક્રમની પુર્ણાહુતી બાદ જીલ્લા અને શહેરના બે નેતાઓ વચ્ચે ચાલેલા મીઠા સંવાદમાં જીલ્લાના એક નેતાએ શહેરના નેતાને શિષ્ટાચારના પાઠ ભણાવ્યા હતા.
આદર સન્માન અને શિસ્તની વાત આવે ત્યારે ચોક્કસ પણ ભારતીય જનતા પાર્ટીનું નામ મોખરે આવે, પક્ષના નેતાઓ હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમામ ને યોગ્ય સ્થાન આપવામાં આવે છે. સામાન્ય કાર્યકર અને ઉંચા ગજાના નેતા વચ્ચે સુમેળ ભર્યા સબંધ બની રહે તેવા પ્રયત્નો થતા હોય છે. પણ કેટલીક વાર આગળની હરોળમાં બેસવાની ઘેલછામાં કેટલાક નેતાઓ પ્રોટોકોલ ભૂલી જતા હોય છે. અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનું આદર ભૂલી જાય છે.
ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સા સપાટી પર આવ્યા છે જ્યાં જાહેર કાર્યક્રમોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ને સ્થાન મળતું નથી અને પાર્ટી સંગઠનના હોદ્દેદારો પોતાનું આધિપત્ય જમાવવા માટે પ્રયત્નો કરે છે.આજે વરણામાં ત્રીમંદિરમાં યોજાયેલા બુદ્ધિજીવીઓ સાથેના સંવાદ બાદ ભાજપના જીલ્લાના એક નેતા અને શહેર સંગઠનના એક હોદ્દાદર વચ્ચે શિષ્ટાચાર ને લઈને હસતા હસતા તીખો સંવાદ થયો હતો.
જીલ્લાના નેતાએ શહેર સંગઠનના એક નેતાને સંભળાવી દીધું હતું કે “જીલ્લામાં આવો તો અમે આદર થી ખુરશી આપીએ છે, પણ તમે તો હોય એ ખુરશી પણ ખેંચી લો છો..”, જ્યારે મંચ પર ખુરશી આપવાના વાત આવે ત્યારે તમે “અહીંયા બેસો અહીંયા બેસો” કહો છો પણ ખુરશી છોડવાનું નામ નથી લેતા, જીલ્લામાં આવો તમારી બેઠક વ્યવસ્થા માટે અમે ઘસાઈ જઈશું પણ તમારું આદર ચુકીએ નહીં.
આ વાત કહી જીલ્લાના એક ચૂંટાયેલા નેતાએ શહેરના હાંજી કરતા નેતાને શિષ્ટાચારના પાઠ ભણાવતા બાકીના આગેવાનોમાં સોંપો પડી ગયો હતો.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે