VADODARA CITY
130 વર્ષ જૂની પ્રાથમિક શાળાને જીવિત રાખવામાં જીલ્લા શિક્ષણ વિભાગને રસ નથી!

- મરણપથારીએ પડેલી અનગઢની જર્જરિત પ્રાથમિક શાળામાં 240 વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરે છે.
- ભાજપના શાસનમાં સ્થાનિક ભાજપના નેતાઓ 15-15 વર્ષથી રજુઆત કરે છે પણ કામ થતું નથી
- જીલ્લા શિક્ષણ વિભાગ એવો જવાબ આપે છે કે “તમારી ફાઇલ ગાંધીનગર મોકલી આપી છે,નંબર આવશે એટલે જણાવીશું”
- શાળાને પુનર્જીવિત કરવા સ્થાનિક નેતાઓ નજીકના ઉદ્યોગો પાસે મદદ માંગી
વડોદરાના અનગઢ ગામે 130 વર્ષ જૂની પ્રાથમિક શાળાને તોડી પાડી નવી શાળા બનાવવા માટે છેલ્લા 15 વર્ષથી ગામના સરપંચોએ રજુઆત કરી પણ તંત્રના પેટનું પાણી ન હાલતા હવે ખાનગી કંપની પાસે મદદ માંગવા સરપંચ મજબુર થયા છે.
વડોદરા જિલ્લાનું સૌથી મોટું ગામ અનઘડ કે જ્યાં 8 પ્રાથમિક અને 1 હાઈસ્કૂલ આવેલી છે. જેની અંદાજીત 18 હજાર જેટલી છે. અહીંયા વર્ષો જૂની શાળા આવેલી છે જે જર્જરિત થઈ રહી છે.
130 વર્ષ પૂર્વે 1891માં સ્થાપાયેલી અનગઢ ગ્રૂપ પ્રાથમિક શાળામાં હાલ 240 ઉપરાંત બાળકો અભ્યાસ કરે છે. લાંબા સમયથી શાળાની ઇમારત જર્જરિત થવા પામી છે પણ વારંવારની રજૂઆતો છતાંય આવી 130 વર્ષ જૂની શાળાને જીવિત રાખવામાં જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ ને કોઈ રસ રહ્યો નથી.
અનગઢ ગામના સરપંચ સહિતના અગ્રણીઓ છેલ્લા 15 – 15 વર્ષથી તંત્રને શાળાની ઇમારત નવી બનાવવા માટે રજુઆત કરી રહ્યા છે પણ જિલ્લા શિક્ષણ વિભાગ કહે છે કે અમે ગાંધીનગર રજુઆત કરી છે જ્યારે તમારો નંબર આવશે ત્યારે તમને જણાવીશું.
15 વર્ષથી આ શાળાને નવી બનાવવાનો નંબર જ લાગતો નથી હવે હારી થાકીને ગામના સરપંચ અને અગ્રણીઓએ ખાનગી કંપનીઓ પાસે હાથ લંબાવ્યો છે.
સરકારે કોઈ મદદ નહીં કરતા ભાજપના ચિન્હ પર ચૂંટાયેલા નેતાઓ ઉદ્યોગો પાસે CSR ફંડ માંથી શાળાના નિર્માણ માટે મદદ માંગી રહ્યા છે. 8 પ્રાથમિક શાળાઓ વચ્ચે એક જ માધ્યમિક શાળા છે જે અંગે પણ શાળાઓની દુરસ્તી માટે પણ નજીકના ઉદ્યોગો સામે હાથ ફેલાવવા માટે ગ્રામજનો મજબુર થયા છે.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે