VADODARA CITY
ઇક્કો કારના સાયલેન્સર ચોરી કરતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી

- શહેરના વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલા 32 જેટલા ગુન્હાઓનો ભેદ ઉકેલાયો
- સાયલેન્સર ચોરી કરીને 5000 રૂ. માં ગેરેજ સંચાલકોને વેચતો
- 50 હજારની કિંમતના સાયલેન્સર વેચી કિંમતી માટી કાઢવામાં આવતી
વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં ઇક્કો કારના સાયલેન્સરની કરી કરતી ટોળકીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. વડોદરા શહેરમાં 32 જેટલા ગુન્હા આચાર્યા હોવાની કબૂલાત કરતા ખળભળાટ મચી ગયો છે.
મારુતિ સુઝુકી કંપનીની ઇક્કો કારના સાયલેન્સરમાં વાપરવામાં આવતી માટીની કિંમત ખૂબ વધારે છે. આવા સાયલેન્સર બજારમાં 50 હજાર સુધીમાં વેચાય છે. આ સાયેલન્સરની ચોરી કરતા તત્વો વર્ષોથી સક્રિય છે. અને સાયલેન્સરની માટી હજારોની કિંમતમાં વેચાય છે.
વડોદરા શહેરમાં છેલ્લા બે વર્ષથી આવી અનેક ચોરીના ગુન્હા નોંધાયા હતા. ખાસ કરીને ગોરવા,ગોત્રી,લક્ષ્મીપુરા, ફતેગંજ સહિતન પોલીસ મથક વિસ્તારમાં આવી ચોરીઓ નોંધાતી હતી. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
ક્રાઇમ બ્રાન્ચે ચોરી થયાના સ્થળ પર અને આસપાસના CCTV તપાસતા બાતમી મળી હતી કે આ સાયલેન્સર ચોરી કરતી ગેંગ એક ખાસ વિસ્તાર માંજ સક્રિય છે. જ્યાં વોચ ગોઠવતા રીક્ષા નંબર GJ06 YY 7865ને રોકીને તપાસતા તેમાં ચોરીના સાયલેન્સર મળી આવ્યા હતા. રીક્ષા ચાલક અનિલ ડાભી ની પૂછપરછ કરતા સમગ્ર સાયલેન્સર ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
ગોરવા સમતા વિસ્તારમાં રહેતો અનિલ ડાભી વિવિધ વિસ્તારમાં પાર્ક કરેલી ઇક્કો કારના સાયલેન્સર ચોરી કરવા માટે રાત્રીના સમયે નીકળતો હતો અને આ ચોરીના સાયલેન્સર નવાયાર્ડ રોડ પર આવેલા સીરાજ નામના ગેરેજ સંચાલક તેમજ આણંદના ભાલેજ રોડ પર સલીમ ગુલામનબી વોહરા ને આપતો હોવાની કબૂલાત કરી હતી. આ સાયલેન્સર ને કાપી અને તેમાંથી નીકળતી માટી ના 5000 રૂપિયા મળતા હતા. જોકે તેની અસલ કિંમત 50,000 થી પણ વધુ હતું.
પોલીસે કારના સાયલેન્સર ચોરતી ટોળકીને ઝડપી પાડીને છેલ્લા બે વર્ષમાં વડોદરા શહેરના ગોરવા, ગોત્રી, લક્ષ્મીપુરા, છાણી તેમજ ફતેગંજના મળીને 32 જેટલા ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો હતો.
VADODARA CITY
તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

- જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
- ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!
વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો
શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.
40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.
શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે